Monday, 22 July 2019

ખેડા જીલ્લામાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત કરવાની થતી કામગીરીનું આયોજન કરાયુ

SHARE

ખેડા જીલ્લામાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત
કરવાની થતી કામગીરીનું આયોજન કરાયુ



નડિયાદ- ખેડા જીલ્લામાં દશ (૧૦) તાલુકામાં દશ (૧૦) શહેર તથા ૫૧૭ ગામનો સમાવેશ થયેલ છે. જીલ્લાની કુલ વસ્તી વર્ષ ૨૦૧૧ મુજબ ૨૨.૭૪ લાખ માણસોની છે. જિલ્લામાં પીવાના પાણી માટે કુલ – ૧૪ જુથ પાણી પુરવઠા યોજનાઓ પુર્ણ કરી ૩૦૩ ગામોના ૯.૪૧ લાખ માણસોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે આવરી લીધેલ છે. જે પૈકી હાલ ૧૪૩ ગામો જુથ યોજનાથી ૩૭૪ ગામો વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાથી પાણી મેળવે છે. જિલ્લામાં કુલ – ૩૮૭૩ હેન્ડ પંપ તથા ૧૪૮ મીની પાણી પુરવઠા યોજના કાર્યરત છે. ખેડા જિલ્લામાં ૧૦ ટકા લોકભાગીદારી આધારીત ઘરે ઘરે નળ જોડાણની કુલ ૩૪૧ / ૫૨૮ ગામ / પરાં માટેની યોજનાઓમાં ૯.૪૬ લાખ વસ્તીને આવરી લઈ નિર્માણ કરી ઘર જોડાથી પાણી આપવામાં આવી રહેલ છે. આમ જિલ્લામાં કુલ ૩૨૦૯૪૬ ઘરો પૈકી અત્યાર સુધીમાં ૨૭૮૯૯૬ (૮૭%) ઘર જોડાણથી પાણી આપવાનું આવરી લીધેલ છે.



માનનીય વડા પ્રધાનશ્રી તાજેતરમાં નલ સે જલ યોજના તેમના મન કી બાતમાં જાહેર કરવામાં આવેલ છે જેનાથી આગામી પાંચ વર્ષમાં દેશના દરેક ઘરમાં પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવાનો સંકલ્પ કરેલ છે જે સંકલ્પને પરીપુર્ણ કરવા ગુજરાત સરકારે આગામી વર્ષમાં રાજ્યમાં દરેક ઘરોને નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા નિર્ધાર કરેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં બાકી રહેતા કુલ ૪૧૯૫૦ ઘરોને નલ સે જલ ની સંકલ્પ પરીપુર્ણ કરવા સુચીત / સુધારણા જુથ યોજનાઓ / વ્યક્તિગત પાણી પુરવઠા / મીની યોજનાઓમાં સમાવેશ કરી તબક્કા વાર માર્ચ ૨૦૨૨ સુધીમાં કામગીરી પુર્ણ કરવાનું આયોજન હાથ ધરેલ છે. તેમજ નળ થકી જળ બચાવા અને જળ સંચય અભિયાનને પણ અગ્રિમતા આપવાનું સરકારે અમલમાં મુકેલ છે.   

SHARE

Author: verified_user

0 comments: