આણંદ જિલ્લાના
ખંભાતના અખાતમાં મત્સ્ય ઉદ્યોગ માટે રહેલી વિપુલ તકો
આણંદ જિલ્લામાં
૫૦૩ તળાવોમાં મત્સ્ય ઉછેર પ્રવૃત્તિ
મત્સ્ય ઉછેર બદલ
ખેડૂતો વર્ષે રૂા. ૪.૭૫ કરોડની આવક મેળવી રહ્યા છે
ખેડૂતોની આવક
વધારવા સઘન પ્રયાસો
મત્સ્ય પાલનમાં
મહિલા ખેડૂતો પણ હવે અગ્રેસર બનવા માંડી છે
આણંદ જિલ્લામાં
મહિલા ખેડૂતોને આપવામાં આવેલ ઇજારા
મત્સ્ય પાલન માટે
ખેડૂતોને આપવામાં આવેલ આધુનિક માર્ગદર્શન અને તાલીમ
આણંદ- રાજયમાં મીઠાપાણીમાં મત્સ્ય ઉછેર માટેની
ઉજળી તકો રહેલી છે. ત્યારે મત્સ્ય ઉછેર અને તેને લગતી પ્રવૃત્તિને વેગ આપી ભૂરી
ક્રાંતિમાં અમૂલ્ય યોગદાન આપવાના સંકલિત પ્રયાસો કરવા જરૂરી બન્યાં છે.
રાજયમાં
મીઠા પાણીના જળસ્ત્રોતમાં ૦.૭૧ લાખ હેકટર વિસ્તારમાં તળાવો, ૨.૪૩ હેકટરમાં
જળાશયો, ૩૮૬૫ કિલોમીટર વિસ્તારમાં નદી અને કેનાલ અને ૦.૧૨ લાખ હેકટર જળ પ્લાવીત
સરોવર આવેલા છે. આ મીઠા પાણીના જળ સંશોધનો ઉપરાંત ગુજરાતનો મહત્વાકાંક્ષી એવા
સરદાર સરોવર પ્રોજેકટ હેઠળ ૩૪,૮૬૭ હેકટર જળાશય વિસ્તાર, ૧૦,૫૦૦ હેકટર વિસ્તારમાં
કમાન્ડ પોન્ડ એરીયા, ૬૦૦૦ હેકટર જેટલો વોટર લોગ વિસ્તાર અને ૫૦૦ હેકટર જેટલો
નર્મદા ખાડીના જળરાશીનો સમાવેશ થાય છે.
હાલના
તબકકે રાજયના ગામ તળાવોમાંથી પ્રતિ હેકટર સરેરાશ ૨ ટન જેટલું મત્સ્ય ઉત્પાદન
મળે છે. આ મત્સ્ય ઉત્પાદન વધારવા માટે મત્સ્ય ખેડૂતોને આધુનિક મત્સ્ય ઉછેર
તકનીકોથી માહિતગાર કરવા જરૂરી બન્યા છે. અને તો જ તેઓ પરંપરાગત પધ્ધતિતમાંથી
વૈજ્ઞાનિક ઢબે મત્સ્ય ઉછેર કરતાં થશે.
રાજયમાં
મોટેભાગે પરંપરાગત પ્રણાલિ મુજબ ભારતીય મુખ્ય કાર્પ અને ઓછા વત્તા પ્રમાણમાં પરદેશી કાર્પનો ઉછેર
થાય છે. આની સાથે સાથે માઇનોર કાર્પ, કેટ ફીશ અને ઝીંગાનો ઉછેર ઉપરાંત મત્સ્ય
ખેડૂત દ્વારા જાતે જ હેચરી દ્વારા મત્સ્યબીજ ઉત્પન્ન કરવાથી ઉત્પાદન તેમજ આવકમાં પણ વધારો થશે.
આ
માટે આણંદ જિલ્લાએ પહેલ કરી છે અને જિલ્લાના ખેડૂતોને આ માટે અવાર-નવાર તાલીમબધ્ધ
કરવામાં આવી રહ્યાં છે
આણંદ
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ ૫૦૩ જેટલા ગ્રામ્ય તળાવોમાં મત્સ્ય ઉછેર
પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ માટે તળાવોમાં મત્સ્ય ઉછેર કરવા માટે તળાવોના ઇજારા
આપવમાં આવે છે. આ તળાવોના ઇજારા મેળવવામાં હવે મહિલા ખેડૂતો પણ અગ્રેસર બની છે
જેના કારણે જિલ્લામાં મહિલા ખેડૂતોને પણ ઇજારા આપવામાં આવ્યા છે.
આ
તળાવોમાં મત્સ્ય ઉછેર પ્રવૃત્તિ દ્વારા ખેડૂતો વર્ષે રૂા. ૪.૭૫ કરોડ જેટલી માતબર
આવક મેળવી રહયા છે.
જિલ્લામાં
૯૦૦ જેટલા નાના મોટા ગ્રામ્ય તળાવો આવેલા છે. જમાં લગભગ બારેમાસ પાણીનો સંગ્રહ
રહે છે. ત્યારે આ તળાવોમાં મત્સ્ય પાલન ઉછેરનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે
જેનાથી તળાવો મત્સ્ય ઉછેર પ્રવૃત્તિને ઉત્તેજન તો મળે છે પણ સાથોસાથ ગ્રામ
પંચાયોતનો પણ આવક મળી રહે છે.
જિલ્લામાં
૫૦૩ તળાવો દર વર્ષે ઇજારાથી આપવામાં આવે છે. અને મત્સ્ય ઉદ્યોગ કચેરી અને મત્સ્ય
વિકાસ સંસ્થા દ્વારા મત્સ્ય બીજ અને આનુષાંગિક સહાયો તેમજ લીંગડા મત્સ્ય
તાલીમ કેન્દ્રમાં જરૂરી તાલીમ પણ આપવામાં આવી રહી છે.
જિલ્લા
મત્સ્ય ઉદ્યોગ કચેરી, આણંદ દ્વારા આ ખેડૂતોને જરૂરી માર્ગદર્શનની સાથે બોટ, નેટ,
ઝાળ, બોકસ સહિતની સામગ્રી પણ આપવામાં આવે છે. સાથોસાથ મત્સ્ય બીજ સંગ્રહ માટે વ્યવસ્થા
પણ કરી આપવામાં આવે છે. જયારે નવા તળાવના બાંધકામ માટે પણ સહાય મળે એવી રાજય રાજય
સરકારની યોજનાઓના લાભો પણ આપવામાં આવી રહ્યા છે.
મત્સ્ય
ઉછેરનો વ્યવસાય એવો છે કે જો આ વ્યવસાયમાં ખંતપૂર્વક મહેનતથી કામગીરી કરવામાં
આવે તો આવક બમણી કરી શકાય છે.
આ
માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિતતપ્રકાશ યાદવ જિલ્લાના ૧૯૨ તળાવોનું સતત
મોનીટીરીંગ કરી રહ્યા છે જેના ફળસ્વરૂપે આ તળાવની આવકમાં વધારો નોંધાવા પામ્યો
છે. આ ૧૯૨ તળાવોમાં મત્સ્ય પાલન કરી રહેલા ખેડૂતોની આવક રૂા. ૧.૭૫ કરોડ જેટલી
થતા તેમની આવકમાં સૌથી મોટો વધારો થવા પામતાં આ પ્રવૃત્તિથી આવક વધી શકે છે તે વાત
પુરવાર થઇ છે.
આણંદ
જિલ્લામાં હવે બાકીના તળાવોના ખેડૂતોની આવક વધારવા માટેના સઘન પ્રયાસો હાથ
ધરવામાં આવ્યા છે.
ખાસ
કરીને જિલ્લાના ખંભાતના અખાતમાં મત્સ્ય ઉદ્યોગ માટે વિપુલ તકો રહેલી છે. ત્યારે
ખારા પાણીની માછલીઓ, જિંગાનો વિશાળ જથ્થો છે જયાં મત્સ્ય ઉદ્યોગ માટે ઉજળા
સંજોગો રહેલા છે.
જિલ્લામાં
આવેલા મીઠા પાણીના તળાવોમાં મત્સ્ય પાલન માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી
રહ્યું છે. તેની સાથોસાથ સેમિનારો પણ યોજવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં આણંદ
કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો પણ પોતાનો સહયોગ આપીને ખેડૂતોને પ્રેરિત કરી રહ્યા છે.
આમ
માછલી ઉત્પાદનમાં ગામ તળાવોમાંથી થતા કાર્પ માછલીના ઉત્પાદનનો ફાળો નોંધપાત્ર
છે. ત્યારે મત્સ્ય ખેડૂતોને પરંપરાગત પધ્ધતિમાંથી બહાર આવી આધુનિક મત્સ્ય
ઉછેરની તાંત્રિકતાઓ અપનાવવી જરૂરી છે. જેથી તેઓ વૈજ્ઞાનિક ઢબે મત્સ્ય ઉછેરની
વિવિધ જાતની ચોકકસ સ્થાન આધારિત પધ્ધતિઓનો ઉપયોગ કરી આર્થિક રીતે સધ્ધર બનવાની
સાથે રાજયના કુલ મત્સ્ય ઉત્પાદનમાં પણ
વધારો કરવામાં પોતાનું યોગદાન આપી શકે છે તેમ આણંદ જિલ્લાના ૫૦૩ તળાવોમાં મત્સ્ય
ઉછેર પ્રવૃત્તિમાં વર્ષે રૂા. ૪.૭૫ કરોડની આવક મેળવી ખેડૂતોએ સાબિત કરી આપ્યું
છે.
સંકલન -દિપક ભટ્ટ





0 comments: