જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખેડૂતો
વચ્ચે સીધો સંવાદ થયો
આણંદ જિલ્લામાં પ્રથમ વખત મોબાઇલ
કોન્ફરન્સ દ્વારા કિસાન સન્માન નિધી યોજના વિશે ખેડૂતોને
માહિતગાર કરાયા
આણંદ –આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૩૫૨ ગામોમાં જિલ્લા
વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ તેમજ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચિરાગભાઇ
પટેલ તેમજ જિલ્લાના વિવિધ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે મોબાઇલ કોન્ફરન્સ દ્વારા
સંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી
કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા તેમજ ખેડૂતોનો આર્થિક રીતે વિકાસ થાય
તે હેતુસર શરુ કરવામાં આવેલી કિસાન સન્માન નિધી યોજના તેમજ આ યોજના અંતર્ગત આવેલા નવા સુધારોથી
ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાંથી ૨
લાખ ૮ હજાર ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં તારીખ ૧ જૂલાઇ ૨૦૧૯ સુધીમાં ૧
લાખ ૮૮ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ચુક્યુ છે. આ સુધારો આવ્યા પછી આણંદ
જિલ્લામાં આ અંદાજે ૧૬૦૦૦ મોટા ખેડુતોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર બન્યો છે . આ લાભ
અપાવવા માટેની ઝુંબેશ ગ્રામ પંચાયત ખાતે યોજવામાં આવી હતી. ખેડુતોને કિસાન સન્માન
યોજનાને લગતી તમામ પ્રકારની માહિતી થી માહિતગાર કરીને તેમની મુંઝવણ તેમજ પ્રશ્નોના
નિકાલ અર્થે મોબાઇલ કોન્ફરન્સ દ્વારા તેમના પ્રશ્નોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી
યાદવ દ્વારા વાંચા આપવામાં આવી હતી.તેમજ આગામી સમયમાં આણંદ જિલ્લામાં આ યોજનાનો
વ્યાપ કઇ રીતે વધારી શકાય તેની રુપરેખા બાંધવામાં આવી હતી.
આ મોબાઇલ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ
અધિકારીશ્રી તથા જીલ્લાના અન્ય અધિકારીઓએ
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો, વિસ્તરણ અધિકારીશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામસેવકશ્રીઓ તથા આત્મા
યોજના સાથે સંકળાયેલા ગ્રામમિત્રો અને ૨૦૦૦ થી વધુ ખેડૂતો આ મોબાઇલ કોન્ફરન્સમાં
જોડાઇને આ યોજના વિશેની વિસ્તૃત ચર્ચાનો ભાગ બન્યા હતા.
આ મોબાઇલ કોન્ફરન્સમાં બાકરોલ ગામના એક
ખેડૂત શ્રી રમેશભાઇ પ્રભાતભાઇ ડાભીને પોતાના અભિપ્રાય વિશે પૂંછતા તેઓએ જણાવ્યુ
હતુ કે હું આણંદ તાલુકામાં આવેલ બાકરોલ ગામનો ખેડૂત છું અને અહીં તાલુકા પંચાયતમાં
પ્રથમ વખત મોબાઇલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે જેનાથી હું ઉત્સાહની લાગણી
અનુભવી રહ્યો છું. કારણ કે મોબાઇલ કોન્ફરન્સ દ્વારા અધિકારી ખુદ સામે ચાલીને અમારા
પ્રશ્નોના નિરાકરણ અર્થે વ્હારે આવ્યા હોય તેવી લાગણી અનુભવી રહ્યો છું. તેમજ આ
કોન્ફરન્સ દ્વારા કિસાન સન્માન નિધીને
લઇને મારી ઘણી મુંઝવણો નું નિરાકરણ આવ્યુ છે. તેમજ આ યોજનાનો લાભ મેળવવામાં પડતી
અગવળો કેમની દુર થાય તે અંગે મને જિલ્લા તંત્ર દ્વારા માહિતગાર કરાયા છે. જે બદલ
હું સરકારનો આભાર વ્યક્ત કરુ છું. અને આગામી સમયમાં આવી કોન્ફરન્સ દ્વારા ખેડુતોના પ્રશ્નોના નિરાકરણ સમયાંતરે થતા રહે
તે માટે સરકાર સમક્ષ અમારા ગ્રામ ખેડુતોની લાગણી છે.
આ સમગ્ર કાર્યક્રમ આણંદ જિલ્લા
ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સંપન્ન થયો
હતો.


0 comments: