Monday, 1 July 2019

માહિતીખાતાના વયનિવૃત્ત ઓપરેટરશ્રી આર.બી.જેઠવાની કામગીરીને બિરદાવી નિવૃતિ જીવનમાં પ્રવૃત્તિમય રહેવાની શીખ આપતાં જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ

SHARE
માહિતીખાતાના વયનિવૃત્ત ઓપરેટરશ્રી આર.બી.જેઠવાની કામગીરીને બિરદાવી નિવૃતિ જીવનમાં પ્રવૃત્તિમય રહેવાની શીખ આપતાં જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ


રાજપીપલા માહિતી પરિવાર દ્વારા માધ્યમકર્મીઓની વિશાળ ઉપસ્થિતિમાં શ્રી જેઠવાનો યોજાયો નિવૃત્તિ વિદાયમાન સમારોહ

           રાજપીપલા, સોમવાર : નર્મદા જિલ્લા માહિતી કચેરીના ઓપરેટરશ્રી આર.બી.જેઠવા તેમની ૩૨ વર્ષથી વધુની લાંબી સરકારી સેવાઓ બાદ વયનિવૃત્ત થતાં નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા સહિત રાજપીપલા માહિતી પરિવારનાં સભ્યશ્રીઓ તેમજ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમ કર્મીઓની વિશાળ ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટરાલયનાં સભાખંડ ખાતે શ્રી જેઠવાના યોજાયેલા નિવૃત્તિ વિદાયમાન સમારોહમાં જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે શ્રી જેઠવાને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને શ્રીફળ તેમજ સ્મૃતિચિન્હ એનાયત કરી તેમનું અભિવાદન કરી નિવૃતિ જીવનની શુભેચ્છા પાઠવી હતી.

 જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે તેમનાં ઉદબોધનમાં કર્તવ્યનિષ્ઠાથી સરકારી સેવાઓનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઓપરેટરશ્રી જેઠવાની સેવાઓને બિરદાવી નિવૃત્તિ જીવનમાં સતત પ્રવૃત્તિમય રહેવાની શીખ આપતાં ઉમેર્યું હતું કે, આવા કર્મચારીઓ સરકારીતંત્ર કે અન્ય સંસ્થાઓમાં કાર્યરત હોય ત્યારે જે તે સંસ્થાની એક એસેટ બની રહેતી હોય છે. શ્રી પટેલે શ્રી જેઠવાનું નિવૃત્તિ જીવન આરોગ્યમય અને દિધાર્યું બની રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
        આ પ્રસંગે માહિતી પરિવારના નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા, પત્રકાર શ્રી કનકસિંહ માત્રોજા, શ્રી દિપકભાઇ જગતાપ, શ્રી રાહુલભાઇ પટેલ, શ્રી અયાઝભાઇ આરબ વગેરેએ પણ તેમનાં પ્રસંગોચિત્ત ઉદબોધનમાં માહિતી ખાતાની પ્રચાર-પ્રસારલક્ષી અગત્યની કામગીરીમાં શ્રી જેઠવાએ આપેલાં યોગદાનને બિરદાવી માધ્યમો સાથેનાં તેમના જીવંત સંપર્કની પણ સરાહના કરી હતી. શ્રી જેઠવાના પુત્ર વૈષ્નવ અને પુત્રવધુ ક્રિષ્ના સહિત ઉક્ત તમામે શ્રી જેઠવાને પુચ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્મૃત્તિચિન્હ એનાયત કરી  તેમનું સન્માન કર્યું હતું.
        વયનિવૃત્તિથી વિદાય લઇ રહેલાં ઓપરેટરશ્રી આર.બી.જેઠવાએ તેમનાં નિવૃત્તિ સન્માનનાં પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, માહિતી ખાતાનાં સેવાકાળ દરમિયાન જે તે જગ્યાએ તેમને સોંપાયેલી ફરજો સુપેરે અદા કરી જે તે કામગીરી સંતોષકારક પૂર્ણ થાય તે રીતનાં હરહંમેશ પ્રયાસો કરીને સંતોષકારક રીતે ફરજો નિભાવી છે તેમ ઉમેરી તેમની કામગીરી પરિણામલક્ષી બનાવવામાં જિલ્લા પ્રશાસન, માહિતી પરિવાર અને પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયા પરિવાર તરફથી મળેલા અદ્રિતીય સહયોગ બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
        આ પ્રસંગે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓ, માહિતી પરિવારના શ્રી સુનીલ મકવાણા, શ્રી બી.કે.વસાવા, શ્રી દિપકભાઇ વસાવા, શ્રી યુ.કે.કઠવાડીયા, શ્રી એન.એલ.દલવાડી, શ્રી તન્વીર વોરા, શ્રી રમેશભાઇ રાઠવા, શ્રી રણજીત પાટણવાડીયા, શ્રી રસીકભાઇ તડવી, શ્રી ધર્મેન્દ્રભાઇ વસાવા વગેરેએ ઉપસ્થિત રહીને શ્રી જેઠવાને શુભેચ્છાઓ પાઠવી હતી. 
SHARE

Author: verified_user

0 comments: