Monday, 22 July 2019

ભારતીય રેલવે સેવાના ૫૦ અધિકારીશ્રીઓ સાથે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે કરી મુલાકાત

SHARE

ભારતીય રેલવે સેવાના ૫૦ અધિકારીશ્રીઓ સાથે
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે કરી મુલાકાત


તાલીમના ભાગરૂપે આવેલ અધિકારીશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર
અને રેલવે વિભાગના સંબંધની કામગીરીની બારીકાઈથી કરાવ્યા અવગત


વડોદારા- ભારતીય રેલવે સેવા(આઈ.આર.એસ.)ના વર્ષ ૨૦૧૬-૧૭ની બેન્ચના ૫૦ જેટલા અધિકારીશ્રીઓએ તાલીમના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી.
શ્રીમતી અગ્રવાલે ભારતીય રેલવે અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કેવા પ્રકારની કામગીરી કરવાની હોય તેના અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લાની પ્રોફાઇલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના માળખાનો વહીવટના સંદર્ભમાં વિગતવાર પરિચય પણ શ્રીમતી અગ્રવાલે આપ્યો હતો.

ભારતીય રેલવે સેવાના આ અધિકારીઓ હાલ શહેરના લાલબાગ ખાતે આવેલ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેમાં તાલીમના ભાગરૂપ આવેલા છે. જેના ભાગરૂપે સરકારી તંત્રને પ્રત્યક્ષ રીતે સમજવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના ધારાસભામાં હોલમાં કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ બેઠકનું આયોજન કર્યું હતુ.
આ અંગે શ્રીમતી અગ્રવાલે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. વહીવટી બાબતોની બારિકીઓથી ભારતીય રેલવે સેવાના ભાવિ અધિકારીઓને તેમણે અવગત કર્યા હતા.  

SHARE

Author: verified_user

0 comments: