પીપળાવમાં બેન્ક ઓફ બરોડા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચારૂસેટ હોસ્પિટલના સહયોગથી નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ
આણંદ : બેન્ક ઓફ બરોડાના ૧૧૨મા સ્થાપના દિન નિમિત્તે પીપળાવ (આશાપુરી) બેન્ક ઓફ બરોડા શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળાવ અને ચારૂસેટ હોસ્પિટલ ચાંગાના સહયોગથી ડાહીબા સિનિયર સીટીઝન ફોરમમાં નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું ૨0મી જુલાઇ શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીપળાવ અને ઇસણવના ૯0થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
બેન્ક ઓફ બરોડા શાખાના બ્રાન્ચ મેનેજર ડી. આઈ. મકવાણા તથા અન્ય સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળાવના મેડિકલ ઓફિસર ડો. દિવ્યા પારગી, ફાર્માસિસ્ટ ચિરાગ વાળંદ, સુપરવાઇઝર વિમલ પટેલ, નર્સિંગ સ્ટાફ, ચારૂસેટ હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડો. વિવેક સિદ્ધપરા, ગાયનેકોલોજિસ્ટ ડો. ઉર્વી દેસાઇ, નર્સિંગ સ્ટાફ વગેરેએ સહયોગ આપ્યો હતો.
કેમ્પમાં દર્દીઓને ડાયાબિટીસ ચેકઅપ અને બ્લડ પ્રેસર ચેક કરવામાં આવ્યું હતું. સગર્ભા મહિલાઓનું ચેકઅપ-હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગાયનેકોલોજિસ્ટ દ્વારા ૨૦ સગર્ભા મહિલાઓની તપાસ થઈ હતી. દર્દીઓને નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી.
પીપળાવ (આશાપુરી) બેન્ક ઓફ બરોડા શાખા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળાવ અને ચારૂસેટ હોસ્પિટલ ચાંગાની સેવાકીય પ્રવૃતિઓને દર્દીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

0 comments: