ભગવાન નગરચર્યાએ નીકળીયા ભગવાન ના દર્શન માટે મંદિર સહિત રથયાત્રાના રૂટ પર ઠેરઠેર ભક્તો ઉમટી પડ્યા
ડાકોરના મંદિર પરિસર માં જય રણછોડ નો નાદ ગુંજયો
ડાકોર:યાત્રાધામ ર૪૭ મી રથયાત્રા નીકળી ડાકોરના રાજાધિરાજા રણછોડરાય ભગવાન આજે જગત નો તાત અનેરા શ્રૃંગાર સાથે પ્રજા નાં હાલચાલ પૂછવા જ્યારે નીકળ્યા ત્યારે વાતાવરણ માં એક અનોખો ભાવ હતો.ભક્તો માં અદમ્ય ઉત્સાહ જોવા જેવો હતો. મંદિર નાં પરિસર માં જય રણછોડ નો નાદ ગુંજી રહ્યો હતો. મેઘરાજા નાં અમી છાંટણા સાથે ઠાકોરજી ની રથયાત્રા નાં પ્રસ્થાન સમય નાં દિવ્ય દર્શન આપ્યા
ડાકોર ગોપાલલાલજી મહારાજને જયઘોષ વચ્ચે રથયાત્રાનો આરંભ થયો ત્યારે ભગવાન નગરચર્યાએ નીકળીયા ભગવાન ના દર્શન માટે મંદિર સહિત રથયાત્રાના રૂટ પર ઠેરઠેર ભક્તો ઉમટી પડ્યા. ચાંદીના તથા પિત્તળના રથ તથા કલાત્મક હાથીદાંતના રથમાં ગોપાલલાલજી ઘુમ્મટ અને મંદિરમાં પ્રદક્ષિણા ફરશે. ત્યારબાદ રથને ખેંચીને બહાર લઈ જવાશે. તેની સાથે બળદ જોતરવામાં આવશે. એ પછી બંસરી અને ઢોલ, મંજીરાની રમઝટ વચ્ચે શ્રીજીની શાહી સવારી તેના નિયત માર્ગ પર ગૌશાળા, લાલબાગ, ભટ્ટજી મહારાજની બેઠક, શ્રી મહાપ્રભુજીની બેઠક, નરસિંહ ટેકરી તથા રાધાકુંડ,ખાતે રથયાત્રાનો પહેલો પડાવ રથમાં પૂર્ણ થશે રાધાકુંડથી ગોપાલલાલજી મહારાજ ગજરાજ ઉપર ચાંદીની અંબાડીમાં બિરાજમાન થઇ બંગલી, મોખાતલાવડી સુધી હાથીની સવારી કરશે. સમગ્ર રથયાત્રા દરમ્યાન ભજનોની રમઝટ જામશે. મોખાતલાવડીથી ગાયોના વાડે લગભગ ૧થી ર કલાકના વિરામ બાદ રણછોડપુરા ગામ થઇ સમાધિ, બજરંગદાસની જગ્યા તથા શ્રી કેવડેશ્વર મહાદેવમાં ગોપાલલાલજીને સુંદર નવા વસ્ત્રો આભૂષણઓ ધારણ કરાવવામાં આવશે. એ પછી ગોપાલલાલજી મહારાજ ચાંદીની કલાત્કમ અંબાડીથી સુશોભિત ગજરાજ પર લક્ષ્મીજી અને સત્યભામાજીના મંદિરેથી થઈ રાત્રે શ્રીજીની શાહી સવારી મંદિરમાં સ્વગૃહે પરત આવશે ત્યારે પુનઃ રણછોડ મહારાજાના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠશે. મંદિરના મુખ્ય દરવાજા આગળ ખુલ્લા રથમાં લાલજી મહારાજને પધરાવી આરતી કરી ઈંડીપિંડીની વિધિ કરી શ્રીજીની નજર ઉતારવામાં આવશે. એ પછી મોટી પાલખીમાં શ્રીજીને નિજમંદિર પરત લઈ જવાતા છેલ્લા દસ-અગિયાર કલાકથી ચાલતા રથયાત્રાના મહાઉત્સવનું સમાપન થશે. રથયાત્રાના આ મહાપર્વ ટાણે શ્રીજીને ફણગાવેલા મગ, જાંબુ, કેરી, કેળા વગેરે સામગ્રીનો શ્રીજીને પ્રસાદ ધરાવવામાં આવશે
by -રીતેષ પટેલ -ઉમરેઠ

0 comments: