ગુજરાત ઓર્ગેનિક કૃષિ વિષયક
યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. બી.આર.શાહે
આણંદ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી
આણંદ – આણંદ
જિલ્લામાં ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે ગુજરાત ઓર્ગેનિક કૃષિ વિષયક
યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. બી.આર. શાહ એ આણંદ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી
હતી.
તાજેતરમાં જ સરકારશ્રી દ્વારા શ્રી બી.આર.શાહની ગુજરાત
ઓર્ગેનિક કૃષિવિષયક યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. પદભાર સંભાળતા
જ રાજ્યને ઓર્ગેનિક કૃષિમાં અગ્રેસર
બનાવવાના સારૂ તેઓ રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં મુલાકાત લઇને કૃષિવિષયક માર્ગદર્શન
પુરુ પાડી રહ્યા છે.
આ મુલાકાત માં આણંદ કૃષિ યુનિવર્સિટીની કુલપતિશ્રી, આચાર્યશ્રી, તેમજ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ , ઉપસ્થિતરહ્યા હતા.
શ્રી બી.આર.શાહે ઉપસ્થિત તમામ અધિકારીગણ સાથે ગુજરાત
ઓર્ગેનિક કૃષિવિષયક યુનિવર્સિટી અને આણંદ
કૃષિ યુનિવર્સિટી સંયુક્ત પ્રયાસે કઇ રીતે કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરવી તે વિશે
વિસ્તૃત ચર્ચા કરી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.એન.સી. પટેલે આગામી
સમયમાં પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે નવી કૃષિ યુનિવર્સિટી કાર્યાન્વિત થવાની હોઇ
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરી તમામ મદદ પુરી પાડવા માટેની ભાવના વ્યક્ત કરી
હતી.

0 comments: