નવાચાર અને સ્વદેશીકરણ સેમિનાર 2019
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ
વડોદરા -‘મેક ઇન ઇન્ડિયા’ તરફ આગેકૂચ કરવા વડોદરાનાં એર ફોર્સ સ્ટેશનમાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ
(સ્વાક)નાં મુખ્યાલય દ્વારા 12 જુલાઈ, 2019નાં રોજ ‘નવાચાર
અને સ્વદેશીકરણ સેમિનાર’નું આયોજન
કરવામાં આવ્યું હતું. એર માર્શલ એચ એસ અરોરા એવીએસએમ, એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ
ઇન ચીફ સ્વાકે સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મિલિટરી એવિએશનમાં સ્વનિર્ભરતા
લાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી તથા આમાં સફળતા હાંસલ કરવા ભારતીય ખાનગી ઉદ્યોગની
સતત વધતી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
સેમિનાર દરમિયાન ‘આઈએએફમાં સ્વદેશીકરણના અવસર’, ‘પ્રૌદ્યોગિકી
વિકાસ ભંડોળ યોજના’ અને ‘સ્વદેશીકરણ પ્રક્રિયા’પર પ્રેજન્ટેશન પ્રસ્તુત થયાં હતાં, જેથી ઉદ્યોગને લાભ થાય. સેમિનારમાં
ડીઆરડીઓનાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ચર્ચા, ભારતીય ખાનગી ઉદ્યોગનાં દિગ્ગજો અને
ભારતીય વાયુદળનાં વરિષ્ઠ અધિકારીઓએ ફિલ્ડ મિલિટરી હાર્ડવેરમાં સ્વદેશી સામગ્રીમાં
થયેલા વધારા વિશે કરેલી વાટાઘાટ સામેલ હતા.
સેમિનારમાં સંભવિત વિક્રેતાઓ આતુરતાપૂર્વક
સહભાગી થયાં હતાં. સેમિનાર તમામ હિતધારકો માટે ફળદાયક પુરવાર થયો હતો. એમાં ભારતીય વાયુદળનાં સ્વદેશીકરણની
જરૂરિયાતો પર, ઉડાન યોગ્યતા (airworthiness) પ્રમાણપત્ર અને સ્વદેશી હવાઈ ઉત્પાદકો માટે ગુણવત્તાયુક્ત ખાતરીની
જરૂરિયાતો તેમજ સ્વીદેશી પ્રક્રિયાઓ પર ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. એનાથી
દેશમાં ઉપલબ્ધ વિક્રેતાઓની સંભવિતતાઓને સમજવામાં ભારતીય વાયુદળને મદદ પણ મળી હતી.




0 comments: