૧ લાખ લોકોમાં ફક્ત એક કે બે દર્દીને થતી ગાંઠની સર્જરી ચારુસેટ હોસ્પિટલમાં થઈ
ચાંગા: ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત મલ્ટી સ્પેશ્યલિટી ચારુસેટ હોસ્પિટલની ખ્યાતિ હવે છેક રાજસ્થાન સુધી પ્રસરી છે. તાજેતરમાં રાજસ્થાનના બાળ દર્દીની ચારુસેટ હોસ્પિટલમાં લીમ્ફેંજ્યોમાની સર્જરી કરવામાં આવી છે. ચારુસેટ હોસ્પિટલમાં કાન, નાક, ગળા અને કેન્સરના નિષ્ણાત ડૉ. મમતા લામ્બાએ આ સફળ સર્જરી કરી બાળદર્દી માટે આશિર્વાદરૂપ બન્યા છે.
રાજસ્થાનના જયપુરના વતની વંશ શ્યામકુમાર પટેલને નાનપણથી ગાલ ઉપર લીમ્ફેંજ્યોમાની ગાંઠ હતી. તેના પિતા શ્યામકુમારે જણાવ્યુ કે જયપુરમાં વિવિધ ડોક્ટરોને અને હોસ્પિટલોમાં બતાવ્યુ પરંતુ કોઈ ફાયદો થયો નહોતો અને યોગ્ય સારવાર ઉપલબ્ધ નહોતી. આથી તેને લઈને ગુજરાતમાં ખંભાતમાં અમારા સબંધીને ઘરે આવ્યા. તેઓએ ડૉ. મમતા લામ્બા પાસે જઈને સારવાર કરાવવાની સલાહ આપી હતી. આથી અમે વંશને લઈને ચારુસેટ હૉસ્પિટલમાં કાન, નાક, ગળા અને કેન્સરના નિષ્ણાત ડૉ. મમતા લામ્બાને મળ્યા અને ચારુસેટ હોસ્પિટલ ચાંગામાં ડૉ. મમતા લામ્બા પાસે સારવાર કરાવી.
વંશના પિતાના જણાવ્યા મુજબ વંશને હવે ઘણું સારું છે. ચારુસેટ હૉસ્પિટલમાં અમને ખૂબ જ સારી સારવાર મળી છે જેનો આનંદ છે. વંશ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. અમે ડો. મમતા મેડમના આભારી છીએ.
ડૉ. મમતા લામ્બાએ જણાવ્યુ હતું કે સર્જરી કરાવેલા દર્દી છેક રાજસ્થાનથી આવ્યા હતા તેને ગાંઠ (સ્વેલિંગ)નું વધુ પ્રમાણ હતું. મોઢાની નસને અડીને થઈ હતી . તેમાં ઇજા થવાની ઘણી તકો હતી. આ ગાંઠ શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. આથી તેની સર્જરી કરવામાં આવી હતી. 50 ટકા ગાંઠ જન્મથી દેખાય છે. 90 ટકા ગાંઠ બે વર્ષની વયે દેખાય છે અને ઉમ્મર વધવાની સાથે તેનું પ્રમાણ વધતું જાય છે. લીમ્ફેંજ્યોમા રસીની વિકૃતિઓ હોય છે. તાજેતરનાં અભ્યાસ મુજબ નિર્દેશ કરે છે કે આ ગાંઠ દુનિયામાં ૧ થી ૧. ૫૦ લાખ દર્દીઓમાંથી ફક્ત એક કે બે દર્દીને થાય છે તેમજ બે ટકાથી ઓછા દર્દીઓમાં માથા અને ગળામાં આ ગાંઠ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે હવે કોઈ પણ રોગ માટે મા કાર્ડમાં સર્જરી થઈ શકશે. અત્યાર સુધીમાં ન્યુરો સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, ટ્રોમા સારવાર ઉપલબ્ધ હતી. હવે ગળાનું, થાઇરોઇડનું અને મોઢાનું કૅન્સર ઉપરાંત તમામ પ્રકારની સર્જરી મા કાર્ડ અંતર્ગત થાય છે.
આ દર્દીઓ સિવાય અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ પણ ચારૂસેટ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. ચારૂસેટ હોસ્પિટલમાં “મા યોજના” અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે મગજ અને કમરના મણકાના ઓપરેશનો, ગંભીરઅકસ્માતોથી થયેલા ઇજા (પોલીટ્રોમા) માટે અને ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાના જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનો માટે સુવિધા ઉપલબ્ધ છે. ચારૂસેટ હોસ્પિટલને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે ચિરંજીવી યોજના, બાળસખા યોજના અને કામદાર રાજ્ય વીમા યોજના દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપવા માટે માન્યતા પ્રાપ્ત થયેલી છે અને દર્દીઓ તેનો લાભ લે છે.

0 comments: