Thursday, 11 July 2019

કોર્ટે RTI એક્ટિવિસ્ટની હત્યા કેસમાં દિનુ બોઘા સહિત 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

SHARE

કોર્ટે RTI એક્ટિવિસ્ટની હત્યા કેસમાં દિનુ બોઘા સહિત 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

અમદાવાદ: જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત ઠરાવ્યા છે. ત્યારે આજે સાતેય આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજે આજીવન કેદની સજા ફટકારી હતી.

જેઠવાની હત્યાના સાતેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સાથે દંડ પણ ફટાકર્યો હતો. તેમાંથી 11 લાખ પરિવારજનોને અપાશે જેમાં લાખ અમિત જેઠવાની પત્ની અને 3-3 લાખ તેના બે સંતાનોને અપાશે. જેમાં શૈલેષ પંડ્યાને આર્મ્સ એક્ટમાં આજીવન સજા અને 10 લાખનો દંડઉદાજી ઠાકોરને 25,000નો દંડશિવા પચાણને લાખનો દંડ તેમજ 302, 120-Bમાં સજા,શિવા સોલંકીને 15 લાખ દંડબહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ)ને 302, 120-Bમાં સજા અને 10 લાખનો દંડસંજય ચૌહાણને લાખનો દંડ અને દિનુ બોઘા સોલંકીને 15 લાખ દંડ કરાયો હતો.
દોષિત ઠરેલા દિનુ બોઘાને તેમના ફાર્મ હાઉસના નોકર રામા હાજાની જુબાની જ ભારે પડી છે. દિનુ બોઘા સોલંકી સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકીશૈલેષ પંડ્યા,બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ)શિવા પંચાલસંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે. અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરૂણ બોથરાએ નવેમ્બર2013ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરી દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત 7આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.
આ કેસની ટ્રાયલ દરમિયાન 155 સાક્ષી ફરી ગયા હતા. હાઈકોર્ટમાં હુકમથી 27 સાક્ષીની રિ-ટ્રાયલ કરાઈ હતીપરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની 164 હેઠળની જુબાનીઘટના પાસેથી મળેલું બાઇકરિવોલ્વરકારતૂસમેડિકલ પુરાવોમોબાઇલ ફોન કોલ ડિટેલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે.

SHARE

Author: verified_user

0 comments: