જિલ્લા માહિતી કચેરી નડિયાદમાં જુનિયર
ક્લાર્ક તરીકે ફરજ બજાવતા
શ્રી ગિરીશભાઇ પટેલ મૂળ ખાતામાં પરત જતા ભાવસભર
વિદાયમાન અપાયું
શ્રી પટેલ આ માસના અંતે વયનિવૃત થતા હોવાથી
નિવૃતિમય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી
નડિયાદ-શુક્રવારઃ- જિલ્લા માહિતી કચેરી, નડિયાદમાં
જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શ્રી ગિરીશભાઇ પટેલ તેમના મૂળ ખાતા ગુજરાત જળ
સંપતિ વિકાસ નિગમ લી. માં પરત જતા માહિતી પરિવાર દ્ભારા તેઓને ભાવસભર વિદાયમાન
આપવામાં આવ્યું હતું.
જિલ્લા
માહિતી કચેરી, નડિયાદના નાયબ માહિતી નિયામક શ્રી બી.પી.દેસાઇ, આણંદ માહિતી કચેરીના
નાયબ માહિતી નિયામક શ્રી નિખિલેશ ઉપાધ્યાય, વડોદરા કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી
નિયામક શ્રી સંજય શાહે શ્રી પટેલને શ્રીફળ શાલ અર્પણ કરી હતી.
અત્રે
ઉલ્લેખનીય છે કે, શ્રી ગિરિશભાઇ પટેલ વર્ષ ૨૦૦૭ થી જુન-૨૦૧૯ સુધી માહિતી કચેરી,
નડિયાદમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી હતી. તેઓને મુળ ખાતામાં પરત મુકવામાં
આવ્યા છે. શ્રી પટેલ જુલાઇ-૨૦૧૯ માં વય નિવૃત થઇ રહયા છે.
જિલ્લા
માહિતી કચેરીના શ્રી દેસાઇએ માહિતી કચેરી, નડિયાદમાં ફરજ બજાવતા શ્રી પટેલની
કાર્યનિષ્ઠા, કામ કરવાની ઘગશને બિરદાવી હતી. ચાલુ માસમાં તેઓ વય નિવૃત થઇ રહયા છે
ત્યારે નિવૃતિ બાદ તેઓનું આરોગ્ય સારૂ રહે અને સતત પ્રવૃતિશીલ રહે તે માટેની શુભેચ્છાઓ
પાઠવી હતી.
આણંદ
માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી નિખિલેશ ઉપાધ્યાય, શ્રી સંજય શાહ, સહાયક
માહિતી નિયામક શ્રી એસ.બી.સુખડીયા, ટેક.આસી. સુશિલ ક્રિશ્વિયન, સુપરવાઇઝર શ્રી
ડી.સી.આચાર્ય, સહાયક અધિક્ષકશ્રી નિલેશ ચોક્સી અને કિરણ શર્માએ શ્રી પટેલની
કામગીરી બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ
અવસરે માહિતી કચેરીના કર્મીઓ હાજર રહયા હતા.

0 comments: