૨૦૦થી
વધુ વિદ્યાર્થીઓદ્વારા વૃક્ષારોપણ
ચાંગા : પર્યાવરણની
જાળવણી માટે વિધાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર વિશ્વ વિખ્યાત ચારૂસેટ
યુનિવર્સીટી ચાંગાના હરિયાળા ગ્ર્રીન કેમ્પસમાં મંગળવારે વ્રુક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી ચરોતર મોટી
સતાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ.પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ
જોશી, સહમંત્રી ધીરુભાઈ પટેલ, માતૃસંસ્થાના ખજાનચીઆર.વી.પટેલ, એડવાઈઝર ડૉ. બી.જી.પટેલ,
રજીસ્ટ્રાર ડૉ. દેવાંગજોશી, કેળવણી મંડળના હોદેદારો – સભ્યો, બિલ્ડીંગ કમિટીના
સભ્ય સી.એસ.પટેલ, મહેશભાઈ પટેલ, પલ્લવીબેન પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હતું અનેપર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યોહતો.
ચારૂસેટ કેમ્પસમાં છેલ્લા
બે વર્ષથી વૃક્ષારોપણ કાર્યકમ યોજવામાં આવે છે. હરિયાળા ચારૂસેટ કેમ્પસમાં મંગળવારેચારૂસેટના ૨૦૦ થી વધુ વિધાર્થી ભાઈ-બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
આપ્રસંગે ૧૫૦ થી વધુ વિવિધ પ્રકારના રોપા જેવા જે લીમડો, બદામ, ગુલ્મોહોર, બોરસલી,
સરૂ, આમળા, સરગવો, ગુંદા, જાંબુ, મોસબી, એપલબોર, કેરી, લીબું, ખાટી આમલી, કદમ, નીલગીરી,
ચંપા વગેરેરોપવામાંઆવ્યાહતા. ઉલ્લેખનીય છેકેચારૂસેટકેમ્પસમાં૭૫૦૦૦ થી વધુ વૃક્ષો
છે જેમાં ૩૦૦ થી ૪૦૦ પ્રકારના વૈવિધ્યપૂર્ણ વ્રુક્ષો, ફૂલ-છોડ રોપા – વેલાથી ચારૂસેટ કેમ્પસ
હરિયાળું બન્યું છે.આ જ કારણસર ગુજરાત
સરકાર અને વિવિધ પર્યાવરણ સંસ્થાઓ દ્વારા ચારૂસેટને ગ્રીન
કેમ્પસનો એવોર્ડ સતત મળતો રહ્યો છે



0 comments: