Friday, 5 July 2019

આણંદ તાલુકાના વણસોલ ગામના ખેડૂત મનીષભાઇ અપનાવી ડાંગરની ખેતીમાં ઓરણ પધ્ધતિ

SHARE

આણંદ  તાલુકાના વણસોલ  ગામના ખેડૂત મનીષભાઇ
અપનાવી ડાંગરની ખેતીમાં ઓરણ પધ્ધતિ


આ પધ્ધતિ એ બીન પિયત પધ્ધતિ છે જેમાં પાણી અને નાણાંની બચત થાય છે

ડાંગરની ખેતી કરતાં અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી


મનીષભાઇની ઓરણ પધ્ધતિથી ડાંગરની ખેતી કરવાની પધ્ધતિથી પ્રેરાઇને
ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડી ગામના ખેડૂત દિનેશભાઇ પરમારે પણ
અપનાવી ઓરણ પધ્ધતિ


                                      

આણંદ  :: ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે. જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે. ડાંગરની ખેતીમાં ધરૂ રોપણી માટે ખેતમજૂરોની જરૂરિયાત પડે છે.
        વર્તમાન સમયમાં ચોમાસાનું ઋતુ ચક્ર બદલાયું છે. અનિયમિત વરસાદને કારણે ડાંગરની રોપણી કરવામાં ખેડૂતો મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે આણંદ તાલુકાના વણસોલ  ગામના પ્રગતિશીલ ખેડૂત એવા મનીષભાઇ (મોબાઇલ નંબર-૯૬૬૪૫૬૮૨૫૪) આ બધી ઝંઝટમાંથી મુકિત મેળવવા માટે પોતાના ખેતરમાં ડાંગરનો પાક લેવા માટે ટ્રેકટર કે બળદની મદદથી બિન પિયત ખેત પધ્ધતિ એવી ઓરણ પધ્ધતિ અપનાવી પાણીની બચત કરવાની સાથે સમય અને ખેતમજૂરોને જે મજૂરી ચૂકવવી પડતી હતી તેમાંથી મુકિત મેળવી છે.
        વાત કરવી છે અહીં વણસોલ ગામના ખેડૂત શ્રી મનીષભાઇની કે જેઓએ ઓરણ પધ્ધતિ કે જે બિન પિયત પધ્ધતિ.છે.
        ઓરણ પધ્ધતિ એ એક એવી પધ્ધતિ છે કે આ પધ્ધતિથી ડાંગરની વાવણી કરવાથી સૌ પ્રથમ તો ધરૂવાડિયું બનાવવાનો ખર્ચ થતો નથી, ઓછા પાણીએ એટલે કે જમીનમાં ભેજ હોય તો પણ ઓરણ ડાંગર કરી શકાય છે. જેના કારણે પાણીની બચત  થાય છે તેટલું જ નહીં પણ પવનમાં પણ ડાંગર નાની જોતી નથી એટલે કે ડાંગર કંટી ભરાઇ ગયા બાદ ડાંગર પડી જતી નથી.આમ બિલકુલ ઓછા ખર્ચે વધુ આવક મેળવી આપતી આ પધ્ધતિ છે.
        આમ મનિષભાઇએ આ પધ્ધતિ અપનાવીને પોતાની ખેતીની આવક બમણી કરવા તરફ એક ડગલું આગળ વધીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ઓછા ખર્ચે, ઓછી મહેનતે અને ઓછા પાણીએ ડાંગરની ખેતી કરીને આવકમાં વધારો કર્યો છે.
        શ્રી મનીષભાઇએ અપનાવેલ આ ઓરણ પધ્ધતિમાંથી પ્રેરણા લઇને ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડી ગામના ખેડૂત શ્રી દિનેશભાઇ શનાભાઇ પરમાર (મોબાઇલ નંબર ૯૭૭૩૦૧૮૩૧૬)એ ટ્રેકટર/બળદગાડાની મદદથી પોતાના ખેતરમાં ડાંગરનું વાવેતર કર્યું.
        આ અંગે તેમને પૂછતાં તેમણે જણાવ્યું કે, વણસોલ ગામના ખેડૂત શ્રી મનિષભાઇની ખેતરની મુલાકાત લઇને તેમને અપનાવેલ ઓરણ પધ્ધતિ વિશે જાણકારી મેળવી આ જ પધ્ધતિ મેં મારા ખેતરમાં અપનાવતાં મને ઘરૂવાડિયો કરવાનો ખર્ચ જે બહુ આવતો હતો તેમાંથી મુકિત મળશે તેટલું જ નહીં પાણીની ૮૦ ટકા ખર્ચ એટલે કે પાણીની બચત થશે તેની સાથે ધરૂવાડિયું ઉપાડવા માટે મજૂરી ખર્ચ પણ ઓછો આવશે જેથી મને આવકમાં ઘણો ફાયદો થશે.
        વાતવાતમાં તેમણે કહ્યું કે, આજે મેં જે ઓરણ પધ્ધતિ અપનાવી છે તેની જાણકારી મેળવવા માટે આજુબાજુના ગામડના ખેડૂતો પણ મારા ખેતરે આવી રહ્યા છે અને તેઓને પણ આ ખેત પધ્ધતિ અપનાવી તેઓની આવક બમણી થાય તે માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. અને મને એ વાતનો આનંદ પણ છે કે આજે કેટલાંક ખેડૂતો આ ઓરણ પધ્ધતિ અપનાવતા થયા છે.
        આમ, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના સંવેદશનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રાષ્ટ્રના અને રાજયના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે જે સંકલ્પધ્ધ થયા છે તેમાં પોતાનો સૂર મીલાવવાની સાથોસાથ પાણીને બચાવવાની આજે જે સમયની માંગ છે તે માંગ અનુસાર પાણીની બચત પણ કરી રહ્યા છે.
સંકલન : દિપક ભટ્ટ 
SHARE

Author: verified_user

0 comments: