ઓલિમ્પીયન અને
પદ્મશ્રી ધનરાજ પિલ્લેના માર્ગદર્શન
હેઠળ રાજયના ૭૦
હોકી ખેલાડીઓ પ્રશિક્ષણ લઇ રહ્યા છે
:એસઓજી હોકી ટીમનો
રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધામાં ઉજ્જવળ દેખાવઃ
ઓલ ઇન્ડિયા લેટ
હુસેન નબી હોકી ટુર્નામેન્ટમાં એસઓજી
હોકી એકેડમી ગુજરાતે
૪-૨થી વિજય પ્રાપ્ત કર્યો
વડોદરા -રાજય સરકાર દ્વારા સંચાલિત હોકી એકેડમી
એકમાત્ર વડોદરા ખાતે કાર્યરત છે. રાજયના ૭૦ જેટલા હોકી ખેલાડીઓ ઓલિમ્પીયન અને
પદ્મશ્રી કોચ શ્રી ધનરાજ પિલ્લે સહિત ટીમના માર્ગદર્શનથી હોકીની શ્રેષ્ઠ તાલીમ
મેળવી રહ્યા છે. શ્રી ધનરાજ પીલ્લેને આ એકેડેમીના તાલીમાર્થીઓ ઇન્ડિયા હોકી ટીમમાં
સ્થાન મેળવશે એવો વિશ્વાસ છે.
વડોદરા સ્થિત હોકી એકેડમી સિનિયર ભાઇઓની ટીમે તા.૩
થી તા.૭ જુલાઇ-૨૦૧૯ દરમિયાન પુણે ખાતે રમાયેલ ઓલ ઇન્ડિયા લેટ હુસેન નબી હોકી ટુર્નામેન્ટમાં
ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ. એસએજી હોકી એકેડમીની ટીમ તેના નોક આઉટ રાઉન્ડમાં પ્રથમ
મેચ રોવર્સ હોકી એકેડમી પુણે મહારાષ્ટ્ર સામે રમેલ જેમાં એસએજી હોકી એકેડમી
ગુજરાતે ૪-૨થી વિજય પ્રાપ્ત કર્યો છે.
પુણે મહારાષ્ટ્ર સામે રમેલ રમતા એસએજી
હોકી એકેડમીના અશાબ કુરેશી દ્વારા એક ગોલ, રૂચિત પટેલ દ્વારા ત્રણ ગોલ કરી
સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. એસએજી હોકી એકેડમી દ્વારા ઓલ ઇન્ડિયા
હુસેન નબી શેખ હોકી ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ અને ટ્રોફી પ્રાપ્ત કરી હતી. યશ
ગોંડલીયાને બેસ્ટ ગોલકીપર ઇન ધ ટુર્નામેન્ટ અને બેસ્ટ ગોલકીપર ઇન ધ ટુર્નામેન્ટ
અને બેસ્ટ કુલ કોચ વિશાલ શાહને નામે છે. વડોદરા માટે હોકીના ચાહકોમાં અનેરો ઉત્સાહ
છે.
પદ્મશ્રી હોકી એક્સપર્ટ કોચશ્રી ધનરાજ
પિલ્લેએ જણાવ્યું કે,
રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ
ગુજરાત (એસએજી) દ્વારા વડોદરા ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કાર્યરત છે.
એસએજી હોકી એકેડમી દ્વારા વર્ષ-૨૦૧૫થી સુચારુંરૂપે વિવિધ આયોજન કરવામાં આવે છે.
ગુજરાત રાજય સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ખેલાડીઓને
પ્રોત્સાહન મળી રહે તે માટે બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. ખેલ મહાકુંભના
લીધે રાજયના દરેક બાળકને રમત રમવાનું માધ્યમ મળે છે અને તેને ક્ષમતાઓ પૂરવાર
કરવાની તક મળી રહે છે. ગુજરાતમાં બાળકોને ખેલ ક્ષેત્રે મળતું પ્રોત્સાહન તેના
આત્મવિશ્વાસમાં ઉમેરો કરે છે. વડોદરા ખાતે હોકીની શ્રેષ્ઠ તાલીમ આપવામાં આવી રહે
છે.
શ્રી ભાલાવાલાએ કહ્યું કે, માંજલપુર રમત સંકુલ અને ઉર્મિ સ્કુલ હોસ્ટેલમાં નિવાસ, ભોજન, અભ્યાસ સહિતની સુવિધા અન્ય જરૂરી સુવિધાઓ
પણ રાજય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય માંજલપુર સ્થિત હોકી
એકેડમી છેલ્લા પાંચ
વર્ષથી વીએસપીએફ વડોદરાના હોકી મેદાન પર પદ્મશ્રી હોકી એક્સપર્ટ કોચશ્રી ધનરાજ
પિલ્લેના માર્ગદર્શનથી તાલીમ મેળવી રહ્યા છે., રમતવીરોને સરકારશ્રી દ્વારા
સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે રમતવીરોએ પણ સખત મહેનત,
ધગશ અને ઉત્સાહ દાખવીને રમત પ્રત્યે પોતાનું સમર્પણ બતાવ્યું છે. રમતમાં સખત
મહેનતનો કોઇ વિકલ્પ નથી. રમત રમતવીરોમાં અનેકવિધ ગુણો વિકસાવે છે.
હોકી એકડમી દ્વારા
દૂરંદેશીભર્યા પગલાઓ ભરવામાં આવે છે તેના ભાગરૂપે ધ્યેય પ્રાપ્ત થતા સફળતાનું
પ્રથમ પગથિયું સર કર્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં ખેલાડી ભાઇ-બહેનોએ હોકી રમતમાં
વિશેષ સ્તર હાંસલ કર્યુ છે. રામવાલા મૈત્રી, રાઠોડ શ્રેયા, ગોંડલીયા યશ આ ત્રણ ખેલાડીઓ સિનિયર-જુનિયર કેટેગરીના ઇન્ડિયા કેમ્પ કરી
ચૂક્યા છે. અન્ય ખેલાડીઓ પણ તેમના વય જૂથમાં સારૂં પ્રદર્શન કરીને બેસ્ટ સ્કોરર, બેસ્ટયંગ પ્લેયર જેવા ખિતાબ જીતી ચૂક્યા છે. ખેલો ઇન્ડિયા નેશનલ
ટુર્નામેન્ટ-પ્રથમમાં હોકી ગુજરાત ટીમે સિલ્વરમેડલ પ્રાપ્ત કર્યો છે.

0 comments: