નર્મદા જિલ્લામાંથી
કુપોષણ દુર કરવાની દિશાનો લક્ષ્ય સિધ્ધ કરવા સામૂહિક સંકલ્પ સાથે
સૌના સહિયારા
પ્રયાસો પર ભાર મૂકતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો.જીન્સી વિલિયમ
આંગણવાડી
કાર્યકર-તેડાગર બહેનોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા
e-poshan App. નું ડીડીઓશ્રીના હસ્તે કરાયેલું
લોન્ચીંગ
૬ કાર્યકર અને ૬
તેડાગર બહેનોને પુરસ્કાર પેટે કુલ રૂા. ૧.૯૨ લાખના ચેક-પ્રશસ્તિપત્ર ધ્વારા
માતા યશોદા
એવોર્ડથી કરાયેલું સન્માન
પ્રઘાનમંત્રીશ્રીના “સહીપોષણ-દેશ રોશન”ના આહવાનને ચરિતાર્થ
કરવા
રાજપીપલામાં યોજાયો સુપોષણ ચિંતન સમારોહ
રાજપીપલા:- પ્રઘાનમંત્રીશ્રીના “સહી પોષણ-દેશ રોશન”ના આહવાનને ચરિતાર્થ કરવા તથા
શુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના-
મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા
તેમજ જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ વિતરણ માટેનો શુપોષણ ચિંતન સમારોહ
તથા માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ e-Poshan
App. અનાવરણ અને સાડી વિતરણ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી
ર્ડો.જીન્સી વિલિયમ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શારદાબેન
તડવી, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ અને યુવા
પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષા શ્રીમતી શીતલબેન ભીલ, શ્રીમતી
પર્યુષાબેન વસાવા, વન વિભાગના પ્રોબેશનલ અધિકારીશ્રી
અભયકુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો. કે.પી.પટેલ, ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કોમલબેન ઠાકોર, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ, આંગણવાડી
કાર્યકર- તેડાગર બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય ધ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો. જીન્સી
વિલિયમે એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગ ધ્વારા
કુપોષણને દુર કરવા સુપોષણ માટે જિલ્લામાં થઇ રહેલી કામગીરીનું સતત મોનીટરીંગ થઇ
રહયું છે, તેમ જણાવી રાજય સરકારની સાથોસાથ નર્મદા
જિલ્લા પ્રશાસન પણ કુપોષણને દુર કરવા અનેકવિધ યોજનાઓના અમલ થકી ચિંતિત અને કટિબધ્ધ
છે, ત્યારે આ દિશાના લક્ષ્યને સિધ્ધ કરવા સામૂહિક સંકલ્પ
સાથે સૌના સહિયારા પ્રયાસો પર તેમણે ખાસ ભાર મૂકયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો. જીન્સી
વિલીયમે વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાના માતાના
સગર્ભાકાળથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી યોગ્ય પોષણ મળી રહે તે ખૂબ જ જરૂરી છે, ત્યારે માતાઓએ પણ પોતાના બાળકના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતી સજાગતા કેળવવાની
સાથોસાથ આંગણવાડી બહેનો ધ્વારા સમયસર દુધ સંજીવની યોજના,
પુરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા લાભાર્થીઓની ગૃહ મુલાકાત
ધ્વારા બાળકોના સ્વાસ્થ્ય તથા તંદુરસ્તીમાં ઉત્તરોત્તર વધારો થાય તે દિશામાં
ઘનિષ્ટ પ્રયાસો કરવા માટે કાર્યકર બહેનોને હિમાયત કરી હતી.
આ
પ્રસંગે આંગણવાડી કેન્દ્રોના કાર્યકર-તેડાગર બહેનોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા માટે
સી-ડેક હૈદ્રાબાદના સહયોગથી તૈયાર કરાયેલ e-Poshan App. નું
પણ મહાનુભાવોના હસ્તે લોન્ચીંગ કરાયું હતું.
તદ્ઉપરાંત
જિલ્લાના ઘટકના ૬ કાર્યકર બહેનો અને ૬ તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરી
સન્માન કરાયું હતું, જેમા કુલ રૂા.૧.૯૨ લાખના પુરસ્કાર ચેક-
પ્રશસ્તિપત્ર, ઇડલી કુકર એનાયત કરવામાં આવ્યાં હતા. જયારે
જિલ્લાની ૯૫૨ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને પણ સાડી-ગણવેશનું વિતરણ કરાયું
હતું. ICDS ના મુખ્ય સેવિકા બહેનોને ઓછા અને અતિ ઓછા વજનવાળા
બાળકોની માહિતીના સંગ્રહ માટે રજીસ્ટર્સનું પણ વિતરણ કરાયું હતું.
પ્રારંભમાં
ICDS ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કોમલબેન
ઠાકોરે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે આંગણવાડીઓના ભૂલકાંઓ ધ્વારા
બાળગીત અનેપોષણની વેશભૂષા રજુ કરાઇ હતી. તેમજ કિશોરી નંદીની સોલંકી ધ્વારા પોષણ
અંગે પણ પ્રતિભાવ વ્યકત કરાયો હતો. જયારે વિરપુર આંગણવાડીના કાર્યકર શ્રીમતી
રશમીબેન વસાવાએ પણ તેમના કાર્યાનુભવનો સુખદ પ્રતિભાવ આપ્યો હતો.
અંતમાં નાંદોદના CDPO શ્રીમતી હેમાંગીની ચૌધરીએ આભારદર્શન
કર્યું હતું.
0 comments: