આણંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના ખેડૂતોએ દેવાધિદેવ મહાદેવના શરણે જઈ દૂધ-જળથી અભિષેક કરી મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો
ઉમરેઠ-આણંદ જીલ્લાના ઉમરેઠ તાલુકામાં વરસાદે જાને રિસામણાં લેતા, ધરતીપુત્રો ચિંતામાં પ્રસરી ગઈ છે, ચોમાસુ પાક માટે ખેડૂતોએ પોતપોતાના ખેતરમાં વાવેતર કરી દીધું છે પરંતુ વરસાદ ખેંચાતા ખેતીના પાકો નિષ્ફ્ળ જવાના ડરથી ધરતીપુત્રો ચિંતામાં સરી પડ્યા છે,એક તરફ ખેતી પાકોમાં વાવણી કરેલા મોંઘા ભાવના બિયારણો અને મજુર મહેનત એળે જવાની ભીંતી સેવતા ખેડૂતોએ દેવાધિદેવ મહાદેવના શરણે જઈ દૂધ અને જળથી અભિષેક કરી મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો આજરોજ ઉમરેઠની જાગનાથ ભાગોળે આવેલ જાગનાથ મહાદેવના મંદિરે સાંજના સમયે ખેડૂતો ,પશુ પાલકો મહિલાઓ ,યુવાનો હાથમાં દૂધ તેમજ જળના બેડ લઇ ઉમટી પડ્યા હતા અને મહાદેવને અભિષેક કરી શિવલિંગને પાણીમાં ડૂબાડ્યું હતું, માન્યતા મુજબ શિવજીને પાણીથી તરબોળ કરતા,મેઘરાજાને અવશ્ય ધરતી ઉપર આવવું પડે છે, આ શ્રદ્ધા સાથે હરહર મહાદેવના ભક્તિ નાદ થી જાગનાથ મંદિરને ગુંજવી મૂક્યું હતું
by -રિતેશ પટેલ -ઉમરેઠ




0 comments: