વડતાલ ધામમાં પૂ.સંતોના હસ્તે હિંડોળા મહોત્સવનો પ્રારંભ
નડિયાદ -શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ
ખાતે રવિવારે ઢળતી સંધ્યાએ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય શ્રી
રાકેશપ્રસાદજી મહારાજ, પ.પૂ.જ્ઞાનજીવન દાસજી સ્વામી , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , પ.પૂ.શ્રી ગોવિંદ સ્વામી
- મેતપુર , શ્રી ઘનશ્યામ સ્વામી – સાળંગપુર , પુરાણીકેશવ સ્વામી – વાપી સહિત વડીલ સંતોના વરદ હસ્તે દ્વિતીય હિંડોળા
મહોત્સવ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંપ્રદાયના સંતો તથા મોટી
સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવિ હતી .
વડતાલ
મંદિર ના આસિસ્ટન્ટ કોઠારી સંત સ્વામીએ જણાવ્યુ હતું કે ગત વર્ષે પ્રથમ હિંડોળા
મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો . જેનો 3 લાખ થી વધુ
હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો . ચાલુ વર્ષે પણ રવિવાર તા. 21 મી ના રોજ દ્વિતીય
હિંડોળા મહોત્સવ નું ભવ્યાતિ ભવ્ય રીતે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ,પ.પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામી , ચેરમેન દેવપ્રકાશ
સ્વામીસહિત સંપ્રદાય ના વડીલ સંતો ના હસ્તે અને ખાંધલી ના પ.ભ.ઘનશ્યામભાઈ શિવાભાઈ
પટેલ ના યજમાન પદે ઉદઘાટન કરવામાં આવ્યું હતું .
પ્રવેશદ્વાર પર વૃક્ષો ઊભા કરીને પર્યાવરણ રક્ષણનો
સંદેશ આપ્યો છે. સ્વાગતમાં વૃક્ષના રોપા આપવાની શરૂઆત વડતાલ સંસ્થાની આનોખી પહેલ
છે . 36 ગામ ના સ્વયં સેવકો સેવામાં રહેશે. શ્રી ઘનશ્યામભાઈ ખાંધળી વાળાએ સેવાની
હેટ્રિક કરી છે
0 comments: