Monday, 1 July 2019

ચારુસેટ હૉસ્પિટલમાં ક્રિકેટ બોલની સાઈઝના બ્રેઇન ટયૂમરની સફળ સર્જરી

SHARE

ચારુસેટ હૉસ્પિટલમાં ક્રિકેટ બોલની સાઈઝના બ્રેઇન ટયૂમરની સફળ સર્જરી


ચાંગા: ચાંગાની વિખ્યાત  ચારુસેટ હૉસ્પિટલમાં ક્રિકેટ બોલની સાઈઝના બ્રેઇન ટયૂમરની સફળ સર્જરી કરવામાં આવી છે.  ખેડા જિલ્લાના માતર ગામના વતની અને 40 વર્ષની વયના એક પુરુષને   છેલ્લા એક વર્ષથી માથાનો દુખાવો રહેતો હતો. હાથ-પગની નબળાઈ પણ હતી અને ચાલવાની તકલીફ પડતી હતી. તેમને ચારુસેટ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમનો એમ. આર. આઈ. રિપોર્ટ કઢાવતા  એમ. આર. આઈ.માં મેનીન્જ્યુમા (બ્રેઇન ટયૂમર –માથાની ગાંઠ ) હતી.  આ બ્રેઇન ટયૂમર એક ક્રિકેટ બોલની સાઈઝ જેટલું હતું.
ડાયગ્નોસિસ કરવામાં આવ્યા પછી દર્દીને ન્યૂરો સર્જન ડો. જયુન  શાહની દેખરેખ હેઠળ ચારુસેટ હૉસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા. મા કાર્ડ ધરાવતા આ દર્દીને મુખ્ય મંત્રી અમૃત મા યોજના હેઠ દાખલ કરી  સારવાર કરવામાં આવી હતી. લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર મા યોજના હેઠ ચારૂસેટ હોસ્પિટલમાં નિશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી હતી.
તેમની સર્જરી પાંચ કલાક ચાલ્યા પછી દર્દીના માથામાથી ગાંઠ કાઢવામાં આવી હતી. સર્જરી પછી દર્દીની સ્થિતિમાં ખાસ્સો સુધારો થયો છે. સર્જરીમાં સર્જન ડો. જયુન શાહ, હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ ડૉ. પાર્થવ પટેલ, એનેસ્થેટિસ્ટ ડૉ. નિધિ શાહ, નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા આ કપરી સર્જરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવી હતી,
ઉલ્લેખનીય છે કે મેનીન્જ્યુમા ટયૂમરનું નામ છે તેની સર્જરી ક્રેનિયોટોમી તરીકે ઓળખાય છે.
દર્દીના ભાઈએ જણાવ્યુ હતું કે ચારૂસેટ હોસ્પિટલમાં મારા ભાઈને તબીબોની ટીમ તરફથી અદ્યતન સારવાર મળતા સારું થયું છે. અમને સરકારની મા યોજનાનો પણ લાભ મળ્યો છે.
  દર્દીઓ સિવાય અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ પણ ચારૂસેટ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. ચારૂસેટ  હોસ્પિટલમાંમા યોજનાઅંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે મગજ અને કમરના મણકાના ઓપરેશનો, ગંભીરઅકસ્માતોથી થયેલા ઇજા (પોલીટ્રોમા)  માટે અને ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાના જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનો માટે સુવિધા ઉપલબ્ધ છે.ચારૂસેટ હોસ્પિટલને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે ચિરંજીવી યોજના, બાળસખા યોજના અને કામદાર રાજ્ય વીમા યોજના દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપવા માટે માન્યતા પ્રાપ્ત થયેલી છે અને દર્દીઓ તેનો લાભ લે છે.


SHARE

Author: verified_user

0 comments: