Monday, 1 July 2019

કઠલાલ તાલુકાની સરખેજ પે સેન્ટર શાળાના બાળકોને શૈક્ષણિક સાહિત્ય વિતરણ કાર્યક્રમ યોજાયો

SHARE
કઠલાલ તાલુકાની સરખેજ પે સેન્ટર શાળાના બાળકોને શૈક્ષણિક સાહિત્ય વિતરણ કાર્યક્રમ યોજાયો 



કઠલાલ -કઠલાલ તાલુકાના સરખેજ ગામના વતની એવા સ્વ.શાંતિલાલ ગિરધરલાલ શાહ વાણિક પરિવારના સભ્યો સ્વ.ઈન્દ્રવદન શાહ,શ્રી શરદભાઈ શાહ,સ્વ.સુરેશભાઈ શાહ,શ્રી નવીનભાઈ શાહ,સ્વ.જ્યેન્દ્રભાઈ શાહ,તથા શ્રી મધુસૂદન શાહ દ્વારા કઠલાલ તાલુકાની સરખેજ પે સેન્ટર શાળાના 320 જેટલા બાળકોને ચોપડા,નોટબૂકો, કંપાસબોક્સ, પેન્સિલ,રબર જેવી અભ્યાસને લગતી સામગ્રી આપવામાં આવી.ગામના અગ્રગણ્ય નાગરિક શ્રી રાવજીભાઈ એફ.ડાભી દ્વારા ધો.1 માં પ્રવેશ પામતા બાળકોને સ્ફૂલબેગ આપવામાં આવી.આ પ્રસંગે ગામના સરપંચશ્રી,SMC અધ્યક્ષશ્રી,સભ્યો તથા વાલીઓ જોડાયા.શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો.સમગ્ર સંચાલન શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર ડી.મેવાડા એ કર્યું.શૈક્ષણિક સાહિત્ય મેળવતા બાળકોના મુખ પર ખુશી જોવા મળતી હતી
SHARE

Author: verified_user

0 comments: