Friday, 28 June 2019

રાસ હાઇસ્કુલ ખાતે જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા બાળકોને વિવિધ યોજનાઓ અને કાયદાકીય માહિતી સાથે સજાગ કરવામાં આવ્યા

SHARE

રાસ હાઇસ્કુલ ખાતે જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા 
બાળકોને વિવિધ યોજનાઓ અને કાયદાકીય માહિતી સાથે સજાગ કરવામાં આવ્યા




જાતિય ગુનાઓ અટકાવવા બાળકોને ગુડ ટચ અને બેડ ટચના ડેમોન્સ્ટ્રેશનથી 
સમજ આપવામાં આવી.
આણંદ – આણંદ જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા આઇ.સી.પી.એસ. અંતર્ગત બાળકોનાં અધિકારો, બાળમજૂરી, બાળલગ્ન પોક્સો એક્ટ-૨૦૧૨ અંતર્ગત બાળકો સાથે થતા જાતીય ગુનાઓ વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તથા જિલ્લા બાળસુરક્ષા એકમની બાળકોને લગતી વિવિધ યોજનાઓ તેમજ કાયદાકીય માહિતી  થી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે બાળકોને વિષય અનુરુપ વિડિયો કલીપસ બતાવી જાણકારી આપવામાં આવી . આ કાર્યક્રમાં ધોરણ ૯ થી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા આશરે ૪૦૦ વિધાર્થીઓ-વિધાર્થીનીઓ અને શિક્ષકોએ હાજર રહી બાળકોના અધિકારો તથા સ્વરક્ષણ કેવી રીતે રાખવુ અને પોતાનો બચાવ કરવા સંદર્ભે બાળકોને સજ્જ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના પી.ઓ. (એન.આઇ.સી.) જીમી. આર. પરમાર, પી.ઓ. (આઇ.સી.) જીગીશા ઝાલા, કાઉન્સેલર રાજેશ વાળંદ તથા સામાજીક કાર્યકરરોબર્ટ ક્રિશ્ચિયન દ્વારા બાળકોને તેમના અધિકારોની જાણકારી  આપવામાં આવી હતી. તેવું જિલ્લા બાળસુરક્ષા અધિકારીશ્રીએ એક યાદી  દ્વારા જણાવ્યુ છે.

SHARE

Author: verified_user

0 comments: