આણંદ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની
ઉજવણી
ર૭ જૂન થી ૧૦ જૂલાઇ દરમ્યાન દંપતિ સંપર્ક
પખવાડીયું અને
11 મી જુલાઈથી ર4 મી જુલાઈ ર019 સુધી જનસંખ્યા સ્થિરતા પખવાડીયું ઉજવાશે
આણંદ - વસ્તી
સ્થિરતા લાવવા સારુ અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમની સ્વીકૃતિ વધે તે માટે લોક
જાગૃતિ લાવવા માટે વિશ્વ
વસ્તી દીવસ ર૦૧૯ ની ઉજવણી અંર્તગત તા. ર૭ જૂન થી ૧૦ જૂલાઇ દરમ્યાન દંપતિ સંપર્ક
પખવાડીયું અને તા.11 મી
જુલાઈથી ર4 મી જુલાઈ ર019 સુધી જનસંખ્યા
સ્થિરતા પખવાડીયું ઉજવવામાં આવનાર છે. તે અન્વયે આણંદ જિલ્લામાં વિશ્વ વસ્તી
પખવાડિયાની ઉજવણી નિમિતે " કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા
અને બાળકના સ્વાથ્યની પુરી તૈયારી ને સાર્થક કરવા અને કુટુંબ કલ્યાણ કાર્યકમની
જુદી જુદી પઘ્ધતિઓ વિશે લક્ષિત દંપતીઓ સાથે પરાર્મશ કરી કાર્યક્રમ સ્વીકાર્ય બને
તે આશયથી પખવાડિયા દરમ્યાન જિલ્લામાં
જનજાગૃતિના વિવિધ પ્રવૃતિઓ જેવી કે
વીડીયો શો, બેનર્સ, હોર્ડિંગ,પત્રિકાઓ, વોલપેઈન્ટીંગ, લક્ષિત
દંપતીઓના સેમીનાર કરવામાં આવશે તથા સપ્તધારાના સાધકો ઘ્વારા પપેટ શો અને સાતે
ધારાઓથી લોક જાગૃતિ લાવવાના પુરતાં પ્રયત્નો કરવામા આવશે.
આણંદ
જિલ્લામાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી પ્રસંગે તા ર૭/૦૬/ર૦૧૯ ના રોજ આણંદ તાલુકાના
ચિખોદ્રા ગામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.આર.બી.પટેલના અઘ્યક્ષ સ્થાને
કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં કુટુંબ કલ્યાણ
કામગીરીની અલગ અલગ પઘ્ધતિઓ અપનાવનાર તથા એક દિકરી પર ઓપરેશન કરાવનાર, એન.એસ.વી.
કરાવનાર, એમ કુલ-નવ લાભાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ
વિતરણ કરી સન્માન કરવામા આવ્યુ.આ પ્રોગ્રામમા
88 બહેનોએ ભાગ લીધેલ હતો.જેમાં કુટુંબ કલ્યાણની વિવિધ પઘ્ધતિઓના સપ્તધારાની
ટીમ દવારા સમજ આપવામાં આવેલ.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કુટુંબ કલ્યાણ
કાર્યક્રમમાં ગર્ભનિરોધક છાયા ગોળીઓ અને અંતરા ઈન્જેકશન ,દિકરો
દિકરીના ભેદભાવ ન રાખી દિકરીઓનો ઉછેર કરવામા આવે ,નાનું કુટુંબ
સુઃખી કુટુંબ પર ભાર મુકી આ બાબતે વિગતવાર સમજ આપવામાં આવેલ.માતા મરણ અને બાળ મરણ
માં વધારો થવા પાછળ વસ્તી વધારો જવાબદાર છે.વધારે બાળકોના જન્મ થવાથી માતાનું
અને બાળકનું બંનેનું આરોગ્ય જળવાતું નથી.બે બાળકો વચ્ચે ઓછામાં ઓછુ ત્રણ વર્ષનું
અંતર રાખવામાં આવે તો માતા અને બાળક બંને તંદુરસ્ત રહે છે.જો બે બાળકો વચ્ચે
ગાળો રાખવામાં ન આવે તો માતા અને બાળક બંનેનું આરોગ્ય જોખમાય છે.જેના કારણે માતા
અને બાળકનું કુપોષણનું પ્રમાણ વધે છે.દીકરીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી રહી
છે.જેના લીધે જાતિય પ્રમાણ પણ ધટી રહયુ છે.તે બાબતે દીકરી-દિકરો
એક સમાન સૂત્રને સાર્થક કરવા જણાવ્યું.તેમ જ આરોગ્યના તમામ કાર્યક્રમો વિશે
સંક્ષિપ્તમાં જણાવવામાં આવેલ.
સદર કાર્યક્રમમાં
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.શાલિની ભાટીયા,તાલુકા
હેલ્થ ઓફિસરશ્રી ર્ડા.આઈ.કે.પ્રજાપતિ,જિલ્લા મેલેરીઆ અધિકારીશ્રી
આલોક કુલશ્રેષ્ઠ,પ્રા.આ.કેન્દ્ર ચિખોદ્રાના તબીબી
અધિકારીશ્રી ર્ડા.વાલેસ ,જિલ્લા આઈ.ઈ.સી.શ્રી પ્રવિણભાઈ તથા
રાવલભાઇ ,તાલુકા હેલ્થ કચેરી,આણંદના
સુપરવાઈઝરશ્રી,અને પ્રા.આ.કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત
રહેલા. સ્થાનિક કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આરોગ્ય વિભાગ ઘ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી તા.11 મી જુલાઈથી ર4 મી જુલાઈ ર019
દરમ્યાન દરેક પ્રા.આ.કેન્દ્રો પર લક્ષીત દંપતી સેમીનાર, આણંદ
જિલ્લાના તમામ ગામોમા વીડીયો શો(સપ્તધારાના સાધકોની મદદથી) યોજી જનજગૃતિ
લાવવામાં આવશે.બેનર્સ બનાવવા,તાલુકા કક્ષાના ઉદધાટન કરવા,ભીતસુત્રો લખાવવા તથા હોડિંગ લગાવવા તથા કાયમી અને બીન કાયમી પઘ્ધતિઓથી
લાભાર્થીઓને આવરી લેવાની કામગીરી પણ
કરવામા આવશે.
0 comments: