Monday, 1 July 2019

ઉમરેઠ માં નવ નિર્મિત એમ. પી.દોશી સદાવ્રત ટ્રસ્ટ મુક્તિ ધામ આજે ખુલ્લું મુકાયું......

SHARE
આણંદ જિલ્લાના ઉમરેઠ માં નવ નિર્મિત એમ. પી.દોશી સદાવ્રત ટ્રસ્ટ મુક્તિ ધામ શર્વે નગરજનો માટે આજે  ખુલ્લું મુકાયું.




ઉમરેઠ -ઉમરેઠ ડાકોર રોડ ઉપર આવેલું હિન્દૂ સ્મશાન વિધિવત રીતે લોકસેવાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, કાચલીયા ટ્રસ્ટ તરીકે જાણીતું એમ.પી.દોશી સદાવ્રત ટ્રસ્ટ મુક્તિ ધામ નું રીનોવેશન કરવામાં આવ્યું છે, ઉમરેઠની જાહેર જનતા ઉપયોગ કરી શકે તે હેતુથી વર્ષો જુના આ સ્મશાનને આધુનિક રૂપ આપવામાં આવ્યું છે, જેમાં 40X 40 ફૂટનો આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો છે,તેમજ અગ્નિસંસ્કાર માટે બે સઘડીયો મુકવામાં આવી છે તેમજ ડાઘુઓને બેસવા માટે બે કુટિર બનાવવામાં આવી છે,સૌથી ઉપયોગી સેવા તરીકે માત્ર 70 રૂપિયે મણ ના ભાવે લાકડા રાહતદરે આપવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, આ સ્મશાનને નવો ઓપ આપવા કાચલીયા ટ્રસ્ટ સાથે નિસ્વાર્થ સેવાર્થે  જોડાયેલા ડો.મધુસુદન ભગત, સ્વર્ગીય મુકુંદભાઈ શાહ, ઓ.વી.પરીખ, મદનલાલ દોશી ના સહકાર અને સ્મશાનને નવનિર્મિત કરવામાં ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહ તેમજ મહામંત્રી પ્રકાશ પટેલની સખ્ત મહેનત પછી આજે ઉમરેઠને સંપૂર્ણ વ્યવસ્થા સભર હિન્દૂ સ્મશાન પ્રાપ્ત થયું છે 
by -રીતેષ પટેલ -ઉમરેઠ 
SHARE

Author: verified_user

0 comments: