Friday, 7 June 2019

ભારતીય અમેરિકી સંશોધક ગોરધનભાઈ પટેલ ચારૂસેટની મુલાકાતે : રિસર્ચ સ્કોલર વિધાર્થીઓ સાથે વિવિધ વિષયોમાં આદાનપ્રદાન કર્યું

SHARE
ભારતીય અમેરિકી સંશોધક  ગોરધનભાઈ પટેલ ચારૂસેટની મુલાકાતે : રિસર્ચ સ્કોલર વિધાર્થીઓ સાથે વિવિધ વિષયોમાં આદાનપ્રદાન કર્યું



આણંદ - અમેરિકામાં ભારતીય એડીસન તરીકે જાણીતા ભારતીય અમેરિકી સંશોધન ગોરધનભાઈ પટેલે તાજેતરમાં ચાંગાની ચારૂસેટ યુનિવર્સીટીની મુલાકાત લીઘી હતી અને રિસર્ચ સ્કોલર વિધાર્થીઓ સાથે વિવિધ વિષયોમાં આદાનપ્રદાન કર્યું હતું. ૭૭ વર્ષના ગોરધનભાઈ પટેલને ૨૦૧૩માં એડીયન પેટન્ટ એવોર્ડ એનાયત થયો હતો અને તેઓ 130 થી વધુ પેટન્ટ ધરાવે છે. તેમણે જે.પી. લેબોરેટરીની સ્થાપના કરી હતી અને તેમની પાસે આ પેટન્ટ તેમજ  ૩૮ પેન્ડીગ પેટન્ટ દુનિયાભરમાં મેળવીછે. તેમણે પોતાના અગાઉના રોજદાતા એલાઈડ સિગ્નલ માટે ૪૦પેટન્ટ મેળવી હતી.વિવિધ પેરામીટરમાટે રંગ બદલતા સ્ટિકરો ...... વિકસાવવા માટે તેમનું નામ મોખરે છેતેદર્શાવેછે કેહોસ્પિટલમાં સાધનો જીવાણુંમુક્ત છે કે નથીપેક્ટ ફૂડ ખાવા લાયક છે કે કેમસિરિન્જ નેનોટેકનોલોજી માટે ઉપયોગમાં લેવા માટે છે કે નહીં તેની માહિતી આપે છે. પ્રથમ વાર ચારૂસેટ યુનિવર્સીટીનીમુલાકાતે આવેલ ડૉ. ગોરધનભાઈ પટેલ ચારૂસેટના વિવિધ વિભાગોની મુલાકાત લઇ પ્રભાવિત થયા હતા અને વિધાર્થીઓ સ્કોલરોના વિવિધ સવાલોના સંતોષકારકજવાબોઆપ્યા હતા.રંગ બદલતી સ્ટ્રીપના ઉપયોગમાં રેડીએશનનું પ્રમાણ નક્કી  કરવા સરળ પરતું અસરકારક SIRAD ટેકનોલોજીની શોધ બદલ કોસ્ટએન્ડસુલીવાન એવોર્ડ ફોર ઇનોવેશન ઇન ટેકનોલોજી” મેળવ્યો હતો.
આતંકવાદ સામેની લડતમાં ડીવાઈસ તરીકે આ સ્ટ્રીપ વિકસવામાંઆવી હતી.
અમેરિકામાં ૧૦૦ ૧3 થી વધુ પેટન્ટ ધરાવતા ડૉ. ગોરધનભાઈપટેલે ચારૂસેટની મુલાકાત દરમીયાન રીસર્ચ ઈન્વેન્સનઇનોવેશન એન્ડ ડીસરપટીવ ઇનોવેશન વિશે પ્રવચન આપ્યું હતું અને રીસર્ચ સ્કોલર વિધાર્થીઓને વિવિધ ઇનોવેશન કરવા પ્રેરણાઆપી હતી. રીસર્ચ સ્કોલરોએ વિવિધ સવાલો પૂછ્યા હતા જેના ડૉ. ગોરધનભાઈ પટેલે જવાબો આપ્યા હતા. ડૉ. ગોરધનભાઈપટેલે જણાવ્યું કે ઇનોવેશન માટે તમારે ચીલાચાલુ બાબતોમાંથી બહાર આવીને અલગ વિચારવું પડશે.
કેરીની ગોટલી માંથી B12 વિટામીનમળે છે તેની પેટન્ટ ધરાવતા ડૉ. ગોરધનભાઈ પટેલે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તરે વિકસાવવા યોગગુરૂ બાબા રામદેવ સાથે વાતચીત કરી છે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી પણ આ પ્રોજેક્ટ વિકસાવવામાં ડૉ. ગોરધન પટેલનેસહાયરૂપ થશે.
છેલ્લા ૫૦ વર્ષથી અમેરિકામાં ન્યુજર્સીમાં વસતા ડૉ. ગોરધનભાઈ ૭૭ વર્ષનાછેતેમણેકહ્યું કે ભારતની ૮૦ ટકા વસ્તીમાં B12નીઉણપછે. જો ૧૦૦ ગ્રામ ગોટલીનો પાવડર કોઈપણ  વ્યક્તિ લે  તો તેને આખુંવરસ વિટામીનની જરૂર ન પડે. આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે લઇ જવા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરસોત્તમ રૂપાલાને પણ અગાઉ વાત કરી છે. ગોટલીના વપરાશને પ્રમોટ કરવાના અમારા પ્રયાસનેસફળતા મળી  રહીછે. તેનો આનંદ છે.
ડૉ. ગોરધનભાઈ પ્રથમવારચારૂસેટની મુલાકાત લઇ પ્રભાવિત થયા હતા અને વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન ચારૂસેટમાંસંશોધન ક્ષેત્રે ઊંડો રસ દર્શાવ્યોહતો.
ડૉ. ગોરધનભાઈએ કહ્યું કે ગોટલીમાં દરેક વીટામીન-પ્રોટીન-મીનરલ્સ હોયછે જે શરીર માટે જરૂરી છે અને વિવિધ રોગો સામે રક્ષણકરે છે. એક ગોટલીમાં ૨  થી ૪ મીલીગ્રામ વિટામીન B12છે.
ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશીકેળવણી મંડળના વાઈસ પ્રેસીડેન્ટ શ્રી સી.એ પટેલસહ મંત્રી શ્રીમતી મધુબેન પટેલ, એડવાઈઝર ડૉ. બી.જી.પટેલઅશોક પટેલ, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ. હરીશ દેસાઈ અને હસમુખભાઈ પટેલ સહીત મહાનુભાવોએ ગોરધનભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું.


SHARE

Author: verified_user

0 comments: