બેરોજગાર યુવાન-યુવતીઓને તાલીમ આપતી રૂડસેટ સંસ્થા
દ્વારા બ્યુટિપાર્લર અનેસિવણ કામ અને કોમ્પુટર ટેલિ ની તાલીમ દ્વારા બહેનોને
સ્વનિર્ભર કરવાનો ઉત્તમ પ્રયાશ
નડિયાદ -બેરોજગાર યુવાન-યુવતીઓને નિશુલ્ક તાલીમ આપતી રૂડસેટ
સંસ્થા ધ્વારા 30 દિવસની બ્યુટિપાર્લર અને શિવનકામ અને
કોમ્પુટરટેલિ નીતાલીમ કાર્યક્રમ નું આયોજનરાષ્ટ્રીય ગ્રામીણ અને કૃષિ વિકાસ
બૅન્ક(નાબાર્ડ)ના સહયોગથી યોજવામાં આવી હતી જેમાં ખેડા અને આણંદ જિલ્લાના ૮૦
બેરોજગાર યુવતીઓ એ સફળતા પૂર્વક તાલીમ માં ભાગ લીધો,આ તાલીમના પૂર્ણાહુતિ
પ્રસંગે સિંડિકેટ બૅન્ક નડીઆદ શાખાના શાખા પ્રબંધક લેખરામ અને જિલ્લા
ઉધ્યોગ કેન્દ્ર,નડીઆદ ના ક્રેડિટ મેનેજર .મેકવાન સાહેબ
ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ તાલીમાર્થીઓને જણાવ્યુ હતું કે તાલીમનો સદુપયોગ કરી
સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી પોતે સ્વનિર્ભર થવા કહ્યું હતું અને તાલીમાર્થીઓને મુખ્ય
મહેમાનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી અરવિંદ મોથલિયાએ
જણાવ્યુ કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૮૦૬૭ બેરોજગાર યુવક/યુવતીઓને વિવિધ
કૌશલ્યા તાલીમ જેવીકે મોબાઇલ રિપેરિંગ, એ.સી. ફ્રિજ રિપેરિંગ, વાયરિંગ, શિવનકામ ,એલ.ઇ.ડી./એલ.સી.ડી.
રિપેરિંગ ,કોમ્પ્યુટર ડી.ટી.પી.,
બ્યુટી પાર્લર , વિગેરે તાલીમ આપવામાં આવી છે. જેમાંથી ૧૬૯૩૮
તાલીમાર્થીઓ વ્યવસાય ચાલુ કરી પગભર થયા છે . આમ સંસ્થા બેરોજગારી નિવારણ ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપે છે.
0 comments: