વડોદરા ના અભિનેત્રી મીતા પટેલ નું સિનેલાઇફ એવોર્ડ 2019માં વિશેષ સન્માન કરાયું
તાજેતરમાં અમદાવાદ ખાતે ખ્યાતનામ ગુજરાતી ફિલ્મ જગત નું મેગેઝિન સીનેલાઈફ દ્વારા ભવ્ય પુરસ્કાર સમારંભ યોજાયો આ પ્રોગ્રામમાં ગુજરાતી ફિલ્મ જગત ના સુપર સ્ટાર મિલેનિયમ સ્ટાર નરેશ કાનોડિયા, રોમાં માણેક , નારાયણ સેવા સંસ્થા ઉદયપુર ના દિગગજ પ્રમુખ ઘનશ્યામસિંહે ઝાલા મોરબી તેમજ વડોદરા અભિનેત્રી મીતા પટેલે ખાસ હાજરી આપી હતી આ ભવ્યા આયોજન સીનેલાઈફ મેગેઝિન ના ચીફ એડિટર દલપતભાઈ ગોહિલે કર્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલમ જગતના નામાંકિત કલાકારો ની વિશેષ ઉપસ્થિતિમાં ફિલ્મ જગતના વિવિધ કલાકારો ને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં વડોદરા અભિનેત્રી તેમજ પ્રોડ્યુસર મીતા પટેલ નું ટ્રોફી સાથે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું


0 comments: