Friday, 21 June 2019

કપડવંજ એપીએમસી દ્વારા દુકાનોના બાંધકામમાં ગુણવત્તાયુકત મટીરીયલ ન હોવાની પાલિકા પ્રતિનિધિની પોલીસમાં અરજી

SHARE
કપડવંજ એપીએમસી દ્વારા દુકાનોના બાંધકામમાં ગુણવત્તાયુકત મટીરીયલ ન હોવાની પાલિકા પ્રતિનિધિની પોલીસમાં અરજી
કપડવંજ -કપડવંજ એપીએમસી દ્વારા નવીન શાકભાજી માર્કેટની ૨૦ દુકાનો ઉપરાંત અન્ય બાંધકામની કામગીરી ચાલી રહી છે. એપીએમસીમાં સભ્ય તરીકે કપડવંજ પાલિકાના પ્રતિનિધિ મનુભાઇ રામભાઇ પટેલ દ્વારા દુકાનોના બાંધકામમાં યોગ્ય ગુણવત્તાયુકત મટીરીયલનો ઉપયોગ ન થયાનો તેમજ એકના એક બીલની બે વખત ચૂકવણી કર્યાની પોલીસ મથકે અરજી આપી છે. જેમાં આ મામલે ફરિયાદ દાખલ કરીને ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે. 

મનુભાઇ પટેલે કરેલ અરજીમાં જણાવ્યું છે કે, હાલ એપીએમસી દ્વારા નવી શાકભાજી માર્કેટની વીસ દુકાનોનું ફ્લોરીંગ કામ એસ્ટીમેન્ટ મુજબ નથી અને પ્રિમીયમ ક્વોલીટીની જગ્યાએ સેકન્ડ ક્લાસ ટાઇલ્સો તથા પોઇચા રેતીની જગ્યાએ દળની ગાદી બનાવીને ટાઇલ્સ ફિટિંગ કરવામાં આવ્યું છે. આ તમામ બાબતો અંગે ૧૦ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સમિતિના ચૂંટાયેલા સભ્ય અનંત દ્વારકાદાસ પટેલએ સંસ્થાના સેક્રેટરી અને ચેરમેનને લેખિતમાં જાણ કરીને કોન્ટ્રાક્ટરને બિલ નહી ચુકવવા બાબતે પણ જણાવ્યું હતું. તેમ છતાં ચેરમેન અને સેક્રેટરીએ કોઇ કાર્યવાહી કરી નથી. આથી સંસ્થાના લાખો રૂપીયાના જાહેર ભંડોળનો દૂરપયોગ કર્યા બાબતે ફરિયાદ નોંધી જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે.
જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી થશે : નિલેશ પટેલ, ચેરમેન-કપડવંજ એપીએમસી

સમગ્ર મામલે એપીએમસીના ચેરમેન નિલેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ભ્રષ્ટાચાર બાબતની અરજી મને મળી છે અને તે બાબતની તપાસ કરવા એન્જિનીયરને સુચના આપી દેવામાં આવી છે. જો ભ્રષ્ટાચાર થયાનું માલુમ પડશે તો જેતે જવાબદારો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જોકે સેક્રેટરી પોતાની ફરજ ચુક્યા છે અને એકના એક બિલો બે વાર ચુકવાયા છે, તે બાબતે પુચ્છા કરતા ચેરમેને સેક્રેટરી દક્ષેશભાઇનો બચાવ કર્યો હતો અને સેક્રેટરી નોન ટેકનીકલ માણસ છે તેમ જણાવ્યુ હતું. આથી કદાચ ચેરમેનના આશિર્વાદથી સેક્રેટરીનો બચાવ થઇ રહ્યાની સંભાવના વ્યકત થઇ રહી છે.
SHARE

Author: verified_user

0 comments: