ખેડા-આણંદ અને અમદાવાદ જિલ્લામાંથી પસાર
થતી મહી મુખ્ય નહેરમાં
બિન અધિકૃત ગાબડા-પાળા તોડવા નહી
નડિયાદ-ખેડા, આણંદ તેમજ અમદાવાદ જિલ્લાના અલગ
અલગ તાલુકામાંથી પસાર થતી મહીં સિંચાઇ વર્તુળ, નડિયાદ હેઠળની મહી મુખ્ય નહેર,
શાખા નહેરો, વિશાખા નહેરો તથા વિતરણ નહેરો, રાસ્કા વિયરમાંથી નીકળતી મેશ્વો મુખ્ય
નહેર તથા તેના હેઠળની વિતરણ નહેરો અને વરસાદી પાણી નિકાલના કાંસોની આસપાસના તમામ
રહીશો/ખેડૂતોએ ચોમાસા દરમ્યાન નહેરો/કાંસોની આસપાસના વિસ્તારમાં ભરાતા પાણીનો
નિકાલ કરવા માટે નહેરો/કાંસોમાં જુદી જુદી જગ્યાએ બિનઅધિકૃત ગાબડા પાડવાનું,
પાળાને તોડીને નુકશાન કરવાનું, પોતાના વિસ્તારમાંથી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન
મારફતે વરસાદી પાણી નહેરો/કાંસોમાં ઠાલવવાનું વિગેરે ગેરકાયદેસરની અને જાહેર મિલ્કતને
નુકશાન કરતી પ્રવૃત્તિ છે.
આથી
કોઇ પણ વ્યકિતએ નહેરો/કાંસોની જાહેર મિલ્કતને નુકશાન કરનારી બિનઅધિકૃત અને
ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી/કરાવવી નહી. વિશેષમાં ચોમાસા દરમ્યાન નહેરો/કાંસમાં
ઉપરવાસમાંથી કોઇપણ સમયે પાણીનો પ્રવાહ આવવાની શકયાતાઓ હોવાથી નહેરો/કાંસોમાં કોઇપણ
હેતુ માટે ઉતરવું નહીં. ઢોર-ઢાંખર પણ ઉતારવા નહી તથા કાંસ અને નહેરોના પાળા પરથી
અવર-જવર કરવી નહિ. અન્યથા પાણીના પ્રવાહને કારણે જીવલેણ અકસ્માત તથા જાનમાલને
નુકશાન થવાની સંભાવના રહેલી હોઇ જાહેર જનતાને ગંભીરતાથી નોંધ લેવા વિનંતી છે. આ
બાબતે જે પણ કાંઇ પરિસ્થિતિ સર્જાશે કે જાન-માલનું નુકશાન થશે તો તેની સઘળી
જવાબદારી જે તે ઇસમની રહેશે. આવી બિનઅધિકૃત પ્રવૃત્તિઓ આચરતા વ્યક્તિઓને રોકીને
અથવા તો આ અંગેની માહિતી પૂરી પાડીને સરકારને જરૂરી સહકાર આપવા નડિયાદ સિંચાઇ
વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.
0 comments: