ખેડા જિલ્લા કક્ષાનો
લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ જુનના રોજ યોજાશે
લોક ફરીયાદ નિવારણ
કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી, ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં યોજાશે
નડિયાદઃતા,01: ખેડા
જિલ્લાનો જિલ્લા કક્ષાનો લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭-૦૬-૨૦૧૯ને ગુરૂવારના
રોજ સવારના ૧૦.૩૦ કલાકે કલેકટર, ખેડા-નડીયાદના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર
કચેરી, મિટીંગ હોલ, નડિયાદ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ
આગામી તા.૧૦/૦૬/૨૦૧૯ સુધીમાં કલેકટર કચેરી ખાતે ત્રણ નકલમાં સુવાચ્ય અક્ષરોમાં
અને એ-૪ કાગળ ઉપર કરવાની રહેશે.તા.૧૦/૦૬/૨૦૧૯
પછીથી મળેલ અરજીઓ લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવશે નહી. અરજદારનો
પોતાનો પ્રશ્ર્ન હોવો જોઇએ, બીજાનો પ્રશ્ર્ન રજુ કરવાનો નથી, તેમજ એક વિષયની એક
અરજી સ્વીકારવામાં આવશે. અરજી સાથે આધાર-પુરાવા સહિત જે તે કચેરીને કરેલ રજુઆતના
જ પડતર પ્રશ્ર્ન લોક ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવશે. અરજદારે અરજીના
મથાળે ’’લોક
ફરીયાદ નિવારણ કાર્યક્રમ’’ ખાસ લખવાનું રહેશે.
તેમજ અરજીમાં પોતાનો ટેલીફોન નંબર હોય તો તે પણ દર્શાવી શકશે. પોસ્ટકાર્ડ કે
આંતરદેશીય પત્રો વિગેરે ઉપર અરજી કરવાની નથી.આ
કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે.(મનાઇ હુકમ), અપીલો,
આકારણીને લગતા પ્રશ્ર્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરી અને પ્રથમ વખતની
અરજીને લગતી બાબતો વિગેરેનો સમાવેશ કરવામાં આવશે નહી. લોક ફરીયાદ નિવારણ
કાર્યક્રમમાં કોઇપણ અરજદારે એકથી વધુ પ્રશ્ર્નો પુછવાના નથી તેમજ અગાઉ લેવાયેલ
પ્રશ્ર્નો પુનઃ મોકલવાના નથી. જેની ખાસ નોધ લેવા વિનંતી છે, તેમ જિલ્લા
કલેકટર ખેડા-નડિયાદની યાદીમાં જણાવાયું છે.
0 comments: