Saturday, 1 June 2019

નડિયાદ શહેરમાં વરસાદી પાણીની લાઇન નાખવાના કામે શહેરના ત્રણ માર્ગો તા.30 મી જુન સુધી વાહન વ્‍યવહાર માટે પ્રતિબંધિત

SHARE
નડિયાદ શહેરમાં વરસાદી પાણીની લાઇન નાખવાના કામે શહેરના
ત્રણ માર્ગો તા.30 મી જુન સુધી વાહન વ્‍યવહાર માટે પ્રતિબંધિત

આ માર્ગ પરના વાહનો વૈકલ્‍પિક રસ્‍તાનો ઉપયોગ કરી શકશે

નડિયાદઃતા,01: નડિયાદ નગરપાલિકા દ્વારા નડિયાદ ખાતે ચકલાસી ભાગોળ થી રીંગરોડ થઇ પેપર મીલ કાંસ સુધી તેમજ મરીડા ભાગોળ થી રીંગરોડ સુધી વરસાદી પાણીની લાઇન નાખવાની હોઇ અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ રમેશ મેરજાએ કાયદાની લાગુ પડતી જોગવાઇઓને અનુલક્ષીને તા.૩૦/૬/૨૦૧૯ સુધી શહેરના કેટલાક રસ્‍તાઓના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. (A)તદઅનુસાર મહાગુજરાત સર્કલથી ચકલાસી ભાગોળ થઇ મરીડા રોડ (વલીયારી માર્કેટ, મરીડા ભાગોળ) તથા ડાકોર રોડ તરફ જતો, ડાકોર રોડ તંબુ ચોકી રીંગ રોડ ત્રણ રસ્‍તાથી ચકલાસી ભાગોળ થઇ નડિયાદ શહેર તરફ આવતો, સરદાર પટેલ ભવન સર્કલથી સોસીયલ ટી પોઇન્‍ટ થઇ કબ્રસ્‍તાન, ચોકડી, મરીડા ભાગોળ, ચકલાસી ભાગોળ તરફ જતા વાહનો માટે માર્ગ બંધ રહેશે (B) આ જાહેર માર્ગો ઉપરના વાહનો મહાગુજરાત સર્કલથી ચકલાસી ભાગોળ થઇ મરીડા રોડ (વલીયારી માર્કેટ, મરીડા ભાગોળ) તથા ડાકોર રોડ તરફ જતો તમામ વાહન વ્‍યવહાર મહાગુજરાત સર્કલથી નડિયાદ શહેર તરફ, ડાકોર રોડ તંબુ ચોકી રીંગ રોડ ત્રણ રસ્‍તાથી ચકલાસી ભાગોળ થઇ નડિયાદ શહેર તરફ આવતો તમામ વાહન વ્‍યવહાર-તંબુ ચોકી રીંગ રોડ ત્રણ રસ્‍તાથી મરીડા રીંગ રોડ બીલોદરા ચોકડી તરફ, સોસીયલ-ટી પોઇન્‍ટ થી કબ્રસ્‍તાન ચોકડી, મરીડા રોડ (વલીયારી માર્કેટ, મરીડા ભાગોળ) થઇ ચકલાસી ભાગોળ તરફ જતો તમામ વાહન વ્‍યવહાર-મરીડા દરવાજાથી મરીડા રોડ ખુશ્બુ હાઇસ્‍કૂલ થઇ ચોકડી રીંગ રોડ તરફ જઇ શકશે.આ હુકમ સરકારી વાહનો, ફાયર બિગ્રેડના વાહનો, એમ્બ્યુલન્સવાનને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.   
SHARE

Author: verified_user

0 comments: