આશી ગામે કલેક્ટર ના રાત્રિ રોકાણ કાર્યક્રમમાં
ગામના ૭૩ પ્રશ્નો નિરાકરણ માટે હાથ ઉપર લેવાયા
આણંદતા,01 – આણંદ જિલ્લા તંત્ર દ્વારા પ્રજાના
પ્રશ્નોના નિરાકરણ માટે એક આગવી પહેલ કરવામાં આવી છે. વિશાળ જનસમુહ વચ્ચે પેટલાદ
તાલુકાના " આશી " ગામે જીલ્લા કલેકટરશ્રી દિલીપ રાણા (IAS)સાહેબના
અધ્યક્ષસ્થાને થી રાત્રી-રોકાણ કાર્યક્રમ દરમ્યાન વિવિધ પ્રકારના વ્યક્તિગત અને
નીતિવિષયક પ્રશ્નો ની ચર્ચા...સમજૂતી કરવામાં આવીવ્યક્તિગત પ્રશ્નો મોટાભાગે SECC-2011
અંતર્ગત ના મકાન..રાશન જથ્થો.. વિવિધ સહાય યોજનાના લાભ મળવા બાબતના મોટી સંખ્યામાં રજૂ થયા જે અંતર્ગત
સાચા પ્રકારના 4 વયોવૃદ્ધ વિધવા મહિલાઓ ના પ્રશ્નો નું
સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું.....આ ઉપરાંત લેખિત સ્વરૂપે મળેલ પ્રશ્નોની યાદી
બનાવી તેની પાત્રતા ચકાસી સરકારશ્રીના નિયત ધારા-ધોરણો અનુસાર હકારાત્મક ઉકેલ
લાવવાની ખાત્રી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રી દિલીપરાણાએ ગ્રામજનો સાથે સરકારી
યોજનાઓના મળતા લાભો અંગે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.
સામુહિક વિશાળ જનહિતના પ્રશ્નો મુખ્યત્વે
વધુ સમય પાણી મળવા....રોડ પરના નડતરરુપ હોય તેવા વૃક્ષો નું કટિંગ કરવા...કાંસ ની
સફાઈ જેવા પ્રશ્નોનું સંબંધિત કચેરી મારફત સ્થળ પર જ નિરાકરણ લાવી સંબંધિત કચેરી
ને એહવાલ મોકલી આપવા જણાવ્યું....કેટલાક રોડ-રસ્તા સંબંધી પ્રશ્નોનું યોગ્ય સ્તરે
નિરાકરણ લાવવાની પણ જિલ્લા કલેકટરશ્રી દ્વારા ખાત્રી આપવામાં આવી. મોટી સંખ્યામા હાજર ગ્રામજનો અને મહિલાઓ
દ્વારા પોતપોતાના પ્રશ્નો માટે અધીરાઈ ને લઈ સૌને તેમના પ્રશ્નોનું લેખિત સ્વરૂપે
રજુ કરવાનું મુનાસિફ જણાતા કુલ- 73 પ્રશ્નો
મળ્યા જે મોટેભાગે વ્યક્તિગત પ્રકારના હોઈ તેનું હકારાત્મક દિશામાં નિરાકરણ
લાવવાની સમજ આપવામાં આવી. અતિ
કુપોષિત, વંચિત
અને ગરીબ બાળકો કે જે શાળાએ ભણવા જાય છે તેમને " પેટલાદની પ્રભુતા "
મુજબ દુધદાન નો દોર આગળ વધારવામાં આવ્યો.



0 comments: