મહુધા
તાલુકાના મહિસા તાબે જેજીના મુવાડી વિસ્તારમાં
પીવાના પાણી માટે નવીન હેન્ડ પંપ બનાવાયો
નડિયાદ:તા,01-ખેડા જિલ્લાના
ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે
પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. નડિયાદ ખાતે કલેકટર સુધીર પટેલ દ્વારા દર સોમવારે પીવાના પાણીના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજવામાં
આવે છે.મહુધા
તાલુકાના મહિસા તાબે જેજીની મુવાડી ગામમાં પીવાના પાણીની સમસ્યાના હલ માટે પાણી
પુરવઠા બોર્ડ દ્વારા નવીન હેન્ડ પંપ બનાવવા બોર શારવાની કામગીરી શરૂ કરવામાં આવી
છે. જેનાથી પરા વિસ્તારના આશરે ૬૦ થી વધુ વ્યકિતઓને પીવાના પાણીની પડતી તકલીફ
નિવારી શકાશે તેમ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર પી.એસ. ડાંગીએ જણાવ્યું
છે.ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અંગેની જે
રજૂઆતો મળી છે તેનો પાણી પુરવઠા બોર્ડ દ્વારા નવીન હેન્ડપંપ, નવીન બોર, વઘારાની
પાઇપલાઇન નાખી તબક્કાવાર હકારાત્મક ઉકેલ કરવામાં આવી રહયો છે. જેને પરિણામે
ગામડાઓમાં પીવાના પાણીના પ્રશ્નો હળવા થયા છે.

0 comments: