લોહપુરુષ
સરદાર પટેલની ભૂમિ યોગમય બની
ભારતીય
સંસ્કૃતિની અજોડ ધરોહર એવા યોગ ગરિમાને આણંદે ગૌરવ બક્ષ્યુ
જિલ્લામાં
૬ લાખ લોકો યોગમાં જોડાયા
યોગના
માધ્યમથી હ્યદયને તંદુરસ્ત રાખવા સૌ સંકલ્પ બધ્ધ થયા
આણંદ – ભારતવર્ષની
અજોડ ધરોહર એવા યોગની મહિમા જ્યારે વિશ્વ વંદનીય થવા પામી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે
જેણે ખ્યાતિ આપવામાં આવતા ગૌરવવંતા ૨૧ જૂને વિશ્વ યોગ દિન તરીકે પ્રસ્થાપિત કરાવી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતવર્ષની વિરાટ વિચારધારા ને સાકાર કરાવી છે.
આધુનિક યુગમાં પણ વિશ્વના દરેક ખૂણે
ખૂણે યોગનો મહિમા પ્રસ્તૃત છે. અદભૂત યોગ શારીરીક જ નહી પરંતુ માનસિક રીતે પણ
જીવનમાં નવી ઉર્જા પ્રદાન કરનાર બની રહ્યો છે. યોગ નકારાત્મક ભાવો દૂર કરનાર
સાર્થક પ્રયોગ બની રહ્યો છે. આજે વિશ્વર સ્તરે માનવસભ્યતા અને ગરિમાને ગૌરવ
બક્ષ્યુ છે. આજે આણંદવાસીઓ યોગમય બન્યા હતા અને હ્યદયને તંદુરસ્ત રાખવા સંકલ્પબધ્ધ
થયા હતા.
આણંદ
શહેરના શાસ્ત્રી મેદાન ખાતે આજે વહેલી સવારે રાજ્યના પછાત વર્ગ વિકાસ નિગમ ના
અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઇ સોલંકી, કલેકટર શ્રી દિલીપ રાણા અને અગ્રણીઓ એ મંગલ
દીપ પ્રાગટય સાથે તંદુરસ્ત હૃદય ની સંકલ્પ બદ્ધતા સાથે પ્રારંભ કરાવ્યો હતો.
આણંદ ના કરમસદ ખાતે આવેલા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ ના મેમોરિયલ
ખાતે પણ પહેલી વાર આજે વહેલી સવારે યોગનો પ્રારંભ થયો હતો. શહેરના અન્ય એન.ડી.ડી.બી. ગ્રાઉન્ડ આણંદ.શાસ્ત્રીમેદાન
ભાગ-૧ અને ૨, વિધાનગર. મહાત્મા ગાંધી વિધાલય, મોગરી.ડી.એન.હાઇસ્કુલ,આણંદ.,આણંદ.શાસ્ત્રી
બાગ, આણંદ.ઓમકારેશ્વર ગાર્ડન, વિધાનગર રોડ.સંતરામ સરસ્વતિ શીશુવિહાર કરમસદ.સરદાર
પટેલ હાઇસ્કુલ ગ્રાઉન્ડ કરમસદ.સરદાર પટેલ વિનય મંદિર-૧ અને ૨.પ્રાથમિક શાળા બોરીઆવી.નધાણીયા પ્રાથમિક શાળા (ચરો).આઇ.બી. પટેલ પાર્ક વિ.વિ.નગર.હુમિનિટી બિલ્ડીંગ સામે
આણંદ સ્થળોએ પણ હજારો નાગરિકો યુવકો , યુવતીઓ,વયોવૃદ્ધ
નાગરિકો યોગાસન માં જોડાયા હતાં.આ ઉપરાંત જિલ્લા ના સોજીત્રા, પેટલાદ,બોરસદ,આંકલાવ, ખંભાત
,ઉમરેઠ
,તારાપુર
,ખાતે
પણ તાલુકા કક્ષા ના યોગ અભ્યાસ નું સફળ આયોજન થયું હતું. આજે યોજાયેલ યોગાભ્યાસ કાર્યક્રમ
માં જિલ્લાની વિવિધ યોગમાં રુચિ ધરાવતી
સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ એન.સી.સી. ના કેડેટ્સ અને પી.આઇ.સ્ટાફ સહિત યોગાસનમાં
જોડાયા હતા.
આ પ્રસંગે રાજ્યના પછાત વર્ગ નિગમના
અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઇ સોલંકી, આણંદ શહેર અને જિલ્લામાંથયેલ યોગ દિવસની
ઉજવણીની સરાહના કરતા કહ્યુ હતું કે, સમગ્ર ગુજરાતમાં ૫૦ હજાર સ્થળે લગભગ
દોઢકરોડ લોકોએ આજે યોગમાં જોડાયા છે. ૧૦૧ સ્થળે સાધુ સંતોએ યોગ મહિમાને ઉજાગર
કર્યો છે. ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ પણ યોગાસન થયા છે. ત્યારે મનુષ્ય જીવનમાં યોગ તંદુરસ્તી માટે પ્રેરકબળ
છે જેનો સૌથી વધુ લોકોએ સ્વીકાર કર્યો છે.
શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ યોગાસનમાં ૮૩
વર્ષના મહિલા વયોવૃધ્ધ મોટી સંખ્યામાં
વૃધ્ધો પણ જોડાયા હતા.અને તમામ ૧૦૦ ઉપરાંત દિવ્યાગ બાળકોએ પણ
ઉલ્લાસભેર ભાગ લીધો હતો.
પ્રારંભે
કલેકટરશ્રી દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવે મુખ્ય
અતિથી નરેન્દ્રભાઇ સોલંકીનું સ્વાગત
કર્યું હતું આજે યોજાયેલ યોગ કાર્યક્રશમમાં અગ્રણી શ્રિ મહેશભાઇ પટેલ સહિત અનેક
યોગાસનમાં જોડાયા હતા.
આજે આણંદ જિલ્લામાં ૧૮૩૫ સ્થળે યોગાભ્યાસ થયો હતો. ૨૩૭૯ માસ્ટર ટ્રેનરોએ યોગમાં માર્ગદર્શન કર્યુ હતુ. તેમજ આ યોગાભ્યાસમાં જિલ્લામાંથી ૩૩૪૭૯૧પુરુષો અને ૨૯૧૫૨૩ સ્ત્રીઓ મળીને કુલ ૬૨૬૩૧૪ લોકોએ પાચમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએ થઇ રહેલ ઉજવણીમાં ભાગ લીધો હતો.
આજે આણંદ જિલ્લામાં ૧૮૩૫ સ્થળે યોગાભ્યાસ થયો હતો. ૨૩૭૯ માસ્ટર ટ્રેનરોએ યોગમાં માર્ગદર્શન કર્યુ હતુ. તેમજ આ યોગાભ્યાસમાં જિલ્લામાંથી ૩૩૪૭૯૧પુરુષો અને ૨૯૧૫૨૩ સ્ત્રીઓ મળીને કુલ ૬૨૬૩૧૪ લોકોએ પાચમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએ થઇ રહેલ ઉજવણીમાં ભાગ લીધો હતો.
આજે
વકીલો,
ન્યાયાધિશશ્રી,મેડીકલ
સ્ટુડન્ટ, લૉ
કોલેજના વિદ્યાર્થીઓ ,
પોલીસ કર્મીઓ,
દિવ્યાંગજનો, પણ આ
યોગાભ્યાસ માં જોડાયા હતા.

0 comments: