Thursday, 20 June 2019

આણંદ જિલ્લાના તાલુકાઓમાં થઇ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

SHARE

આણંદ જિલ્લાના તાલુકાઓમાં થઇ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી


વિવિધ ધર્મસમુદાયના મહાનુભાવો  યોગ દિવસમાં જોડાયા

આણંદ – આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં ભવ્ય રીતે થઇ રહી છે. આણંદ જિલ્લામાં પણ શહેરની સાથે સાથે વિવિધ તાલુકાઓમાં વિશ્વ યોગ દિવસની ખૂબ જ ઉત્સાહપુર્વક ઉજવણી થઇ હતી.

આજના આધુનિક યુગમાં યોગનો મહિમાં સમજી શરીર ને સ્વસ્થ રાખવા માટે લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકા મથકોએ પણ યોગાભ્યાસ કર્યો હતો.

આ યોગાભ્યાસ માં બાળકો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, વકીલોએ ભાગ લીધો હતો. તેમજ  સર્વધર્મ સમભાવની નીતિને  સાકાર કરવા  દરેક ધર્મ સમુદાયના મહાનુભાવોએ પણ પોતાની પ્રેરક ઉપસ્થિતી આપી ને યોગ કર્યા હતા.

આ યોગાભ્યાસમાં બોરસદ આસી. કલેક્ટરશ્રી મિહીર પટેલ, પેટલાદ પ્રાંત અધિકારીશ્રી એમ.એસ.ગઢવી તેમજ અન્ય તાલુકાઓમાં મામલતદારશ્રી તેમજ સરકારી અધિકારીઓએ આજે યોગ દિવસની ઉજવણી હાજર રહીને સ્થાનિક નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
                                                


SHARE

Author: verified_user

0 comments: