ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ચારૂસેટ યુનિવર્સીટીની મુલાકાતે
આણંદ : ગુજરાતના રાજ્યક્ક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ચાંગા સ્થિત વિશ્વ વિખ્યાત ચારૂસેટ યુનિવર્સીટીની મુલાકાતે આવ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાનું ચારૂસેટ યુનિવર્સીટીમાં પુષ્ગુચ્છથી સ્વાગત ચારૂસેટ - કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલે કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાએ ચારૂસેટ યુનિવર્સીટી કેમ્પસની મુલાકાત લીધી હતી અને યુનિવર્સીટીના વિવિધ વિભાગો કોલેજોની કામગીરીથી પ્રભાવિત થયા હતા. તેમણે ચારૂસેટ હોસ્પિટલની પણ મુલાકાત લઇ હોસ્પિટલની સેવાકીય આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
પ્રદીપસિંહની મુલાકાત દરમિયાન કેળવણી મંડળના સી.એ.પટેલ, સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોષી, રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશી, ચારૂસેટ સંલગ્ન વિવિધ સંસ્થાઓના ડીન – પ્રિન્સીપાલો ઉપસ્થિત રહ્યા હતા.
0 comments: