Monday, 24 June 2019

કપડવંજ તાલુકાની મોટીઝેર પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ..

SHARE
કપડવંજ તાલુકાની મોટીઝેર  પ્રાથમિક  શાળા ખાતે પ્રવેશોત્સવ તેમજ ઇનામ  વિતરણ  કાર્યક્રમ યોજાયો ..


બાયડ -કપડવંજની  શ્રી શિવલાલ  પ્રભુદાસ પ્રાથમિક સ્કૂલ મોટીઝેર ખાતે પ્રવેશોત્સવ તેમજ ઇનામ  વિતરણ  કાર્યક્રમ યોજાયો હતો. આ વખતનો પ્રવેશોત્સવ ગુજરાત સરકાર  દ્વારા રદ કરવામાં આવ્યો હતો.પરંતુ દર વર્ષની  જેમ  નાના -નાના  ભુલકાઓનું પહેલા ધોરણમાં ઉમળકાભેર નામાંકન કરાયું હતું. બાળકોને નામાંકન સાથે  છેલ્લા 2004 થી સતત  સી યુ શાહ ફાઉન્ડેશન અમદાવાદ  તરફથી પ્રથમ ધોરણમાં પ્રવેશ પામતા નાના ભૂલકાઓને શૈક્ષણિક કિટનું વિતરણ  તેમજ ધોરણ ૧ થી  ૮ માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય,અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને ટ્રોફી એનાયત કરવામાં આવી...આ  કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય  કિરણભાઈ પંચાલ,મોટીઝેર ગામના સરપંચ  શ્રીમતી વર્ષાબેન બારોટ ,ડેપ્યુટી સરપંચ ગીરીશભાઈ , એસ એમ સી ના ચેરમેન  ગોપાલભાઈ  બારોટ  પૂર્વ આચાર્ય  રમણભાઈ પંચાલ, પૂર્વ સરપંચ  જશુભાઈ બારોટ ,એસેમસી સભ્યો , શાળાના  પરિવાર સ્ટાફ તથા  ગામના આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શાળામાં વાલીમિટિંગનું આયોજન કરીને બાળકોને સ્કૂલ યુનિફોર્મ ,નિયમિત હાજરી ,શાળાના  ઓરડાઓની મરામત વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા  કરવામાં આવી હતી તેમાં પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી  હતી .જે બદલ શાળાના  આચાર્ય શ્રી ધર્મેન્દ્રભાઈ  પટેલ સાહેબે  તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
by -જયદિપ દરજી -બાયડ 
SHARE

Author: verified_user

0 comments: