મુખ્યમંત્રીશ્રી
વિજયભાઇ રૂપાણીના હસ્તે
રૂા.૧૨.૮૯ કરોડના
ખર્ચે નિર્માણ થયેલ ડાકોર-ઠાસરા-આણંદ-સોજીત્રા અને બાલાસિનોરના
અદ્યતન બસ સ્ટેશનોનું
ઇ-લોકાર્પણ
એસ.ટી.નિગમ નાગરિકોને
સલામત, સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા પુરી પાડી ગુજરાતની વિકાસગાથામાં મહત્વનું
યોગદાન આપી રહી છે-
મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ
નડિયાદ- ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા વાહન
વ્યવહાર કમિશનર, ગાંધીનગર દ્ધારા રાજયમાં અંદાજે રૂા.૫૨ કરોડના ખર્ચે નિર્માણ
થયેલ ૨૧ નવીન બસ સ્ટેશનોનું લોકાર્પણ તથા અંદાજે રૂા.૩૨.૦૯ કરોડના ખર્ચે નિર્માણ
થનાર નૂતન બસ સ્ટેશન તથા સ્ટાફ કોલોનીનું ભૂમિ પૂજન ભાવનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી
વિજયભાઇ રૂપાણીએ કયું હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ
રૂપાણીએ નવીન મીનીબસ, સુપર એક્સપ્રેસ, સ્ટાફ લોકોનીના ખાતમુહૂત, ગુર્જરનગરી બસો
તથા ટ્રાફિક એક્યુકેશન અવરનેશ મોબાઇલ (TEAM) વાનને લીલી ઝંડી
આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ડાકોર ખાતે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી
પંકજભાઇ દેસાઇએ રૂા.૨૯૪.૪૭ લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનની
તક્તિનું અનાવરણ કર્યું હતું.
ઠાસરા ખાતે સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણે
રૂા.૧૬૩.૫૭ લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનની તક્તિ
અનાવરણ કરવામાં આવી હતી.
મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ વધુમાં
જણાવ્યું કે, ગુજરાત રાજય માર્ગ
વાહન વ્યવહાર નિગમ છેલ્લા ૫૬ વર્ષથી રાજયની પ્રજાને એસ.ટી. બસની સુવિધા પુરી
પાડી રહેલ છે. એસ.ટી.નિગમ નાગરિકોને સલામત, સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા પુરી
પાડી ગુજરાતની વિકાસગાથામાં મહત્વનું યોગદાન આપી રહી છે.
નિગમ દ્ધારા
મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળે, સારી બસો મળે, મુસાફરી આરામદાયક અને સુલભ બને તે
માટે નિગમ દ્ધારા બસ સર્વીસની કામગીરીને અદ્યતન કરવાના પ્રયત્નો થઇ રહયા છે.
તેમણે જણાવ્યું હતું કે, નડિયાદ વિભાગ
હેઠળ આવતા ડાકોર એસ.ટી.ડેપોના બાંધવામાં આવેલ આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચરવાળા અદ્યતન
સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશન થવાથી ડાકોર યાત્રાધામની મુલાકાતે આવતા તેમજ સ્થાનિક
લોકોને એસ.ટી.બસની સુવિધાઓ સરળ રીતે મળી રહેશે અને અને તેઓની સુખ-સુવિધઓમાં એક નવો
વધારો થયો છે જે એક આનંદ-ગૌરવની વાત છે.
ડંદકશ્રીએ જણાવ્યું કે, આ અદ્યતન
સુવિધસભર બસ સ્ટેશનમાં ૧૨ પ્લેટફોર્મ, મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો
વેઇટીંગ હોલ, પાસ રૂમ, સ્ટેનડ ઇન્ચાર્જ રૂમ, ટ્રાફિક ઓફિસ, ડેપો મેનેજર ઓફિસ,
ઇન્કવાયરી ઓફિસ, કેન્ટીંગ, પાર્સલ રૂમ, ડ્રાઇવર-કંડક્ટર માટે રેસ્ટ રૂમ, લગેજ
રૂમ, મહિલા અને પુરૂષો માટે અલગ-અલગ અદ્યતન સુવિધાયુક્ત શૌચાલયો, અને વિકલાંગ વ્યક્તિઓ
માટે અલગ શૌચાલયની પણ વ્યયસ્થા કરવામાં આવી છે અને આ નવીન બસ સ્ટેશનમાં કાયમી
ધોરણે સ્વચ્છતા જળવાઇ રહે તે જોવા એસ.ટી.નિગમના સૌ કર્મચારી સહિત યાત્રાધામ
ડાકોરના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન
પટેલે જણાવ્યું કે, આજે ખેડા જિલ્લામાં અદ્યતન અને સંપૂર્ણ સુવિધાસભર બે એસ.ટી.
બસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે તે આપણા માટે ગૌરવની વાત છે અને આ નવીન બસ મથકોનું
વિવેકપૂર્ણ ઉપયોગ કરી સ્વચ્છતા જળવાઇ રહે તે જોવાનું આપણા સૌની જવાબદારી બને છે
તેમ વધુમાં તેઓશ્રીએ ઉમેર્યું હતું.
પ્રારંભમાં સ્ટોર ઓફિરસશ્રી સી.કે.ઝાલાએ
કરી સ્વાગત પ્રવચન કર્યું હતું જયારે ડાકોર બસ સ્ટેશનના મેનેજર શ્રીમતી વિરલબેન
પંડ્યાએ આભારવિધિ કરી હતી. કર્યું હતું.
આ સમારોમાં ઠાસરાના ધારાસભ્યશ્રી
કાંતિભાઇ પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
ડી.એન.મોદી, નગરપાલિકા પ્રમુખશ્રી આકાશભાઇ પટેલ, પ્રાંત ઓફિસરશ્રી અર્પિત સાગર,
માજી ધારાસભ્ય અને અમુલ ડેરીના ચેરમેન શ્રી રામસિંહ પરમાર તેમજ વિભાગીય કર્મચારી
યુનિયનના હોદ્દેદારો સહિત એસ.ટી.વિભાગના કર્મીઓ અને મોટી સંખ્યામાં મુસાફરો તેમજ નગરજનો
ઉપસ્થિત રહયા હતા.
0 comments: