ગુજરાતી સીનીયર ફ્રેન્ડઝ સર્કલ ( GSFC ) આયોજીત પાર્ક પીકનીક કેલિફોર્નિયાના યોરબા લીન્ડા શહેરના પાર્કમાં આનંદઉલ્લાસ પૂર્વક યોજાઇ ગઈ. આ સભાનું સમગ્ર સંચાલન મહિલા સભ્યો દ્વારા ખૂબજ સંકલિત રીતે સુઘડતા પૂર્વક થયું હતું. સસ્થાના ઈતિહાસમાં પ્રથમ વખતજ શ્રીમતિ ચંદ્રીકા મિસ્ત્રી,તારાબેન પટેલ,ભારતીબેન પટેલ,લત્તાબેન શાહ,ઉમાશશી દેસાઈ,અરૂણાબેન પટેલ તથા પ્રિતિબેન ગાંધીએ વિવિધ કાર્યભાર સંભાળ્યો હતો .
સૌ પ્રથમ ચંદ્રીકાબહેન દ્વારા મહિલા સંચાલક મંડળને આવકારવામાં આવ્યા હતા, આ સૌએ મંચપર સ્થાન ગ્રહણ કર્યુ... પ્રારંભમાં સૌએ સમુહ પ્રાથના કરી હતી...તથા ભારતીબેન પટેલ દ્વારા સૌ સભ્યોને આવકાર આપવામાં આવ્યો તેમજ નવા સભ્યોનો પરીચય મેળવ્યો...
ભારતમાં હમણાંજ યોજાયેલ જનમતમાં ભાજપ/એન.ડી.એ. ને મળેલ બહુમતી અને ત્યાર બાદ માનનિયશ્રી નરેદ્ર મોદી દ્વારા સંભારેલ વડા પ્રધાન પદ અંગે ખુશી વ્યક્ત કરીને અભિનંદન પ્રસ્તાવ પસાર કર્યો. આ જનમતને અનુંસરીને સંસ્થાના સભ્યશ્રી ગોવિંદ પટેલ ( જેસરવાકર ) ની ભારતમાં ભાજપની પ્રચાર યાત્રામાં સક્રીય ભાગ લઈને વિજય ઉત્સવના ભાગીદાર બન્યા હતાં. તેઓ હાલમાંજ ભારતથી પરત આવેલ હોઈ તેમના અનુંભવો-પ્રસંગોનું વર્ણન તેમણે વિગતથી વર્ણવેલ... સંસ્થા દ્વારા તેઓની આ પ્રવ્રુતિ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું...
GSFC ના સભ્યશ્રી કાન્તિભાઈ મિસ્ત્રી તથા શ્રી હર્ષદરાય શાહ તરફથી વડોદરાના શ્રીમાન શાંતિલાલ ગજ્જર ( નાનુંભાઈ ) ને અત્રેથી એક '' એન્ટીક કેમેરો '' ભારત યાત્રા દરમ્યાન આપવામાં આવેલ... જેઓ પાસે અંદાજે ૪00 થી વધુ કેમેરાનું કલેક્શન છે.જેનું તેઓએ ભારતના વિવિધ શહેરોમાં પ્રદર્શન પણ યોજેલ... આ એક અદ્દભૂત કલેકશન છે. આના અનુંસંધાનમાં શ્રી ગજ્જર તરફથી આ વિવિધ કેમેરાનું વિગત સાથેનું આલબમ્ આ સંસ્થાને આપવામાં આવ્યું હતું. જેનું નિર્દેષન શ્રી હર્ષદભાઈ શાહે કર્યુ હતું
જત આલ્બમ્ જોઈને સૌ દંગ થયાં હતાં તેમજ આ વિશેષ શોખ-સાધનાને બિરદાવી હતી. શ્રી શાન્તિલાલ ગજ્જરને ખૂબ ખૂબ અભિનંદન....
(સંકલન -કલ્પેશ પટેલ, માહિતી;- હર્ષદરાય શાહ અને તસ્વિર;- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )
0 comments: