યોગને રોજબરોજની દિનચર્યામાં સ્થાન આપવું જોઈએ:
ચારુસેટ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી
આણંદ : શૈક્ષણિક ક્ષેત્ર
હોય, સામાજિક સેવાનું કામકાજ હોય કે રાષ્ટ્ર નિર્માણનું કામ હોય સદાય અગ્રેસર
રહેતી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારુસેટ યુનિવર્સિટી ચાંગામાં ભારતીય અસ્મિતાસમા યોગ અને પ્રાણાયામનાં
વિસ્તાર માટે અને વિદ્યાર્થીઓને ભારતીય યોગવિદ્યાનાં અમુલ્ય વારસાથી માહિતગાર કરવાના ઉમદા આશય સાથે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય
યોગ દિનની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
ચારુસેટ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ
એન્ડ કલ્ચરલ વિભાગ દ્વારા તારીખ ૧૮ જુન થી
૨૦ જુન દરમ્યાન યોગા તાલીમ શિબિર અને ૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી
સંખ્યામાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને ફેકલ્ટી-કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસગે કેળવણી મંડળનાં જોઈન્ટ સેક્રેટરી
શ્રીમતી મધુબેન જે. પટેલ અને CSPITના પ્રિન્સીપાલ
ડો. એ. ડી. પટેલ વગેરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનાં ફિઝીયોથેરાપી કોલેજના યોગ થેરાપીનાં
નિષ્ણાત ક્ષીપ્રાબેન શાહ અને દિપ્તીબેન પાનિયા દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા અને
વિદ્યાર્થીજીવનમાં અને
રોજિંદા જીવનમાં યોગ અને
પ્રાણાયામનાં ફાયદા વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં શ્રીમતી મધુબેન પટેલે પોતાના
વક્તવ્યમાં જણાવ્યુ હતું કે યોગને એક દિવસના
ઉત્સવના રૂપમાં નહિ પણ રોજબરોજની દિનચર્યામાં તેને સ્થાન આપવું જોઈએ અને રોજ યોગ
અને પ્રાણાયામ કરીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું જોઈએ.
0 comments: