ખેડા જિલ્લા
કલેકટરની અધ્યક્ષતામાં પીવાના પાણી અંગે સમીક્ષા બેઠક યોજાઇ
૧૮૪ જેટલા
હેન્ડ પંપની યુધ્ધના ધોરણે મરામત કરાઇ
નડિયાદ;તા 28,-ખેડા જિલ્લાના
ગામડાઓમાં પીવાના પાણીના પ્રશ્નો અંગે નડિયાદ ખાતે કલેકટર સુધીર પટેલના
અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.કલેકટરએ જણાવ્યું કે, ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં
પીવાના પાણી અંગેની ૨૦૦ જેટલી રજૂઆતો મળી છે, જે પૈકીની ૧૮૪ જેટલા હેન્ડ પંપની
ફરીયાદોનો તાત્કાલીક યુધ્ધના ધોરણે નિકાલ કરવામાં આવ્યો હતો અને હેન્ડ પંપો
ચાલુ કરવામાં આવ્યા હતા. જયાં પીવાના પાણીની સંભવિત તંગી ઉભી થાય તેમ છે તેવા
કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નવીન હેન્ડપંપ,
નવીન બોર, વઘારાની પાઇપલાઇન નાખી તબક્કાવાર હકારાત્મક ઉકેલ કરવામાં આવી રહયો છે.
જેને પરિણામે ગામડાઓમાં પીવાના પાણીના પ્રશ્નો હળવા થયા છે તેમ પાણી પુરવઠા નિગમના
અધિકારી ડાંગીએ જણાવ્યું છે.આ બેઠકમાં
જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા,
મામલતદાર રાઠોડ, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

0 comments: