Tuesday, 28 May 2019

ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા એજ્યુકેશન એક્સ્પોમાં વાલીઓ-વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન

SHARE
ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા એજ્યુકેશન એક્સ્પોમાં વાલીઓ-વિદ્યાર્થીઓને કારકિર્દી  માર્ગદર્શન


આણંદતા 28,: તાજેતરમાંઆણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગાસ્થિત વિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા વડોદરામાં ટીવી નાઈન ગુજરાતી ટીવી ચેનલ આયોજીત દ્વિદિવસીય એજ્યુકેશન એક્સ્પો૨૦૧૯માં ભાગ લેવામાં આવ્યો હતો અને વાલીઓ-વિદ્યાર્થીઓને કારકિર્દી  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ એક્સ્પોનું ઉદ્ઘાટન વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ અને પોલીસ કમિશનર અનુપમ ગેલોટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ એક્સ્પોની મુલાકાત લઇ વિવિધ સ્ટોલ બુથ વિશે માહિતી મેળવી હતી.ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા CDPC ના વડા પ્રો. અશ્વિન મકવાણાના કો-ઓર્ડિનેશન હેઠળ વિવિધ ફેકલ્ટીઓ પ્રો. મિત્તલ દેસાઈ (CMPICA), પ્રો. અર્પિત પટેલ (MBA), પ્રો. જૈમીન ચૌહાણ (MTIN), પ્રો. મીરા ચુડાસમા (PDPIAS), પ્રો. સુમન શની (ARIP), પ્રો. સ્વયંપ્રકાશ પટેલ (RPCP), પ્રો. દ્વીપના ગર્ગ (DEPSTAR), પ્રો. મોહમ્મદ બોહરા (DEPSTAR), પ્રો. કૃતિ ધ્યાની (CSPIT – CE), પ્રો. બિમલ પટેલ  (CSPIT – IT),પ્રો. સરસ્વતી પાથરિયા, પ્રો. નેહા ચૌહાણ (CSPIT – CL), પ્રો. મિહિર પટેલ, પ્રો. અંકુર પટેલ  (CSPIT – EE), પ્રો. રૂગ્નેશ પટેલ (CSPIT – ME),  પ્રો. ઉપેશ પટેલ, પ્રો. મીરલ દેસાઈ (CSPIT – EC), ડૉ. ધારા પટેલ (CIPS) અને અન્ય સહાયક સભ્યોએ એક્સ્પોમાં ભાગ લીધો હતો.એક્સ્પોમાં ચારૂસેટ યુનિવર્સિટીના સ્ટોલમાં ધો. ૧૨ સાયન્સ, સ્નાતક અને અનુસ્નાતક પછી બન્ને અને B ગ્રુપ સહિત વિવિધ વિદ્યાશાખાઓ વિશે લગભગ ૮૦થી વધુ ઈન્કવાયરી આવી હતી. ચારૂસેટમાં ચાલતા વિવિધ પ્રોગ્રામ વિશે વાલીઓને, વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્ટોલની મુલાકાતે આવનાર દરેક મુલાકાતીને ચારૂસેટના ફ્લાયર સાથે કીટ અપાઈ હતી. વાલીઓ – વિદ્યાર્થીઓને ચારૂસેટ કેમ્પસની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ચારૂસેટ કેમ્પસમાં ટ્રાન્સપોર્ટ– હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ હોવાની તેમજ વિદ્યાર્થીઓને  હોસ્પિટલની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેની માહિતી અપાઈ હતી. 

SHARE

Author: verified_user

0 comments: