નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે
આંતર રાષ્ટ્રીય માસીક સ્વચ્છતા દિવસની કરાયેલી ઉજવણી
રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે માસીકચક્ર
દરમીયાન સ્વછતા અને વ્યવસ્થાન કાર્યક્રમ યોજાયો
રાજપીપળા,તા28–
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે આજે યુનિસેફ ગાંધીનગરના
સહયોગથી નર્મદા જિલ્લા પંચાયત અને સેવા રૂલર ઝગડીયાના દ્વારા આંતર રાષ્ટ્રીય માસીક
સ્વચ્છતા દિવસની ઉજવણીના ભાગરૂપે માસીકચક્ર દરમિયાન સ્વછતા અને વ્યવસ્થાન
કાર્યક્રમને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય
અધિકારી ર્ડા .વિપુલભાઇ ગામીત, એસ.એન.દવે, વોશ સ્પેશ્યાલીસ્ટ યુનિસેફ ગાંધીનગર, સેવા રૂલર ઝગડીયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ . શોભાબેન શાહ વગેરે
મહાનુંભાવોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો.
અધિક જિલ્લા આરોગ્ય
અધિકારી ડૉ .વિપુલભાઇ ગામીતે આજના આ આંતર રાષ્ટ્રીય માસીક સ્વચ્છતા દિવસની
ઉજવણીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, પેઢી દર
પેઢીથી ચાલી આવતી જૂની માન્યતાઓને દુર કરી નવા બદલાવ સાથેની જાગૃતિ લાવવી
જરૂરી છે. હર હમેંશ પોષ્ટક આહાર લેવો જોઇએ
જેથી હિમોગ્લોબીનનું પ્રમાણ જળવાય રહે અને એનિમીયા જેવા રોગથી બચી શકાય. સિકલસેલ
એનિમીયા જેવા ગંભીર રોગમાં જાગૃતી કેળવી એનિમીયા પ્લસ એ એનિમીયા માઇનસ હોય તેવા
સાથે જ લગ્ન કરવા તેવુ માર્ગદર્શન તેમણે પુરૂ પાડ્યું હતું.
યુનિસેફ ગાંધીનગરના વોશ સ્પેશ્યાલીસ્ટ, એસ.એન.દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના દરેક સંલગ્ન વિભાગોની ઉત્કૃષ્ઠ કામગીરીને કારણે સ્વછતા
અને નિકાલ વિશે જાગૃતી આવી છે. જિલ્લાના ઉંડાણ સુધીના વિસ્તારોમાં પણ આવી જાગૃતી
આવે તે માટેનું પણ કામ હાથ ધરવામાં આવેલ છે હવે પીવાના શુધ્ધ પાણી પણ ઉંડાણ સુધીના વિસ્તારોમાં પહોંચાડવાની યુનીસેફ
દ્વારા કામગીરીની યોજના હાથ ધરવામાં આવી
છે.
કુ. કાજલબેન તડવી-સુરજવડની કિશોરી, કિશોર સાહિલકુમાર સોલંકી અને નિશાબેન આંગણવાડી કાર્યકર-ગંભીરપુરા
વગેરેએ માસીકચક્ર દરમિયાન સ્વછતા અને વ્યવસ્થાન અંગે વ્યક્તવ્ય આપ્યું
હતું.
સેવા રૂલર ઝગડીયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. શોભાબેન શાહે નર્મદા
જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકામાં વર્ષ દરમિયાન થયેલ કામગીરીનું પાવર ઓફ
પ્રેજન્ટેશન દ્વારા સમજણ આપી હતી અને આ પ્રોજેક્ટ અહેવાલની પુસ્તિકાનું ઉપસ્થિત
મહાનુંભાવોના હસ્તે વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અને સેવા રૂલર ઝગડીયા દ્વારા
તૈયાર કરેલ માસીકચક્ર દરમિયાન સ્વછતા અને વ્યવસ્થાન અંગે નાટર રજૂ કરીને સૈાને
મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે જિલ્લા આંકડા અધિકારી આર. આર. ભાભોર, સી.ડી.પી.ઓ શ્રીમતી હેમાંગીની બેન, ડૉ.ઝંખનાબેન વસાવા, નર્મદા
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, સેવા રૂલર
ઝગડીયા અને વાત્સલ્ય ફાઉન્ડેશન વગેરેનો સ્ટાફ, મહિલાઓ, કિશોરીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પહેલાં ટાઉનહોલ પરિસરમાં એન.એચ.એમ. કોર્નર સ્ટોલનું
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય
અધિકારી ડૉ.વિપુલભાઇ ગામીત, એસ.એન.દવે વોશ સ્પેશ્યાલીસ્ટ, યુનિસેફ
ગાંધીનગર, સેવા રૂલર ઝગડીયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૅા. શોભાબેન શાહની
ઉપસ્થિતીમાં રીબીન કાપી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું
0 comments: