Tuesday, 28 May 2019

રોટા વાઇરસની રસી મુકવાની કામગીરી ઝુંબશના રૂપમાં હાથ ધરવા આરોગ્ય વિભાગને સુચના આપતા ઇનચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ

SHARE
રોટા વાઇરસની રસી મુકવાની કામગીરી ઝુંબશના રૂપમાં હાથ ધરવા આરોગ્ય વિભાગને સુચના આપતા ઇનચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ

નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે ગઇ કાલે ઇન ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના અધ્યક્ષપદે યોજાયેલી રોટા વાયરસ ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની બેઠક
રાજપીપળા,તા 28-નર્મદા જિલ્લા કલેક્ટરાલય ખાતે ગઇ કાલે ઇન ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમના અધ્યક્ષપદે યોજાયેલી રોટા વાયરસ ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની બેઠકને સંબોધતા ડૅા. જીન્સી વિલીયમે રોટા વાઇરસની રસી મુકવાની કામગીરી ઝુંબશના રૂપમાં હાથ ધરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.  
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલભાઇ ગામીત, ગરૂડેશ્વર નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી ચૌધરી, ડૉ. સુમન, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, ઇનરેકા(NGO) અદાણી ફાઉન્ડેશન વગેરેના પ્રતિનિધિશ્રીઓને સંબોધતા ઇન ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે જણાવ્યુ હતું કે ૦ થી ૧ વર્ષના કોઇપણ બાળક રસીકરણ વગર બાકીના રહે તેવી કાળજી રાખવા ઉપર ભાર મુક્યો હતો. રોટા વાઇરલની રસીકરણની કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીને  તાલીમબધ્ધ કરવા તેમજ આશા બહેનોને આ રસીકરણ અંગે સમજણ આપવી જેથી બાળકોના વાલી સાથે સંપર્ક કરી બાળકોને રસી મુકાવવા સમજાવી શકે તેમને જણાવ્યુ હતું.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલભાઇ ગામીતે વિગતો આપતા જણાવ્યું હતું કે ભારત સરકાર ઘ્વારા રોટાવાયરસ (ROTAVIRUS) ના કારણે થતા ડાયેરીયા (ઝાડા) રોગને  નાબુદી તેમજ નિયંત્રણ મેળવવા માટે રોટાવાયરસની રસીનો રસીકરણ કાર્યક્રમમાં દાખલ કરવા જઇ રહી છે રોટાવાયરસ થી મુખ્યત્વે બાળકોમાં ખાસ કરી ને ૦ થી ૧ વર્ષના બાળકોમાં અતિગંભીર પ્રકારના ડાયેરીયા (ઝાડા) થાય છે. જેના કારણે બાળકનું મૃત્યુ પણ થઇ શકે છે અને બાળકના વિકાસમાં ગંભીર અસર પડે છે. જે નિવારવા માટે રુટીન રસીકરણના પ્રોગ્રામમાં જુલાઇ-૨૦૧૯માં રોટાવાયરસ વેકસીન સરકાર મારફત વિના મૂલ્યે આપવા જઇ રહયા છે આ રસી ૦ થી ૧ વર્ષના બાળકને આપવામાં આવશે જેના ત્રણ ડોઝ બાળકે લેવાના રહેશે આ રસી સીઘી બાળકને નિડલલેસ સીરીઝ મારફત ઓરલી આપવામાં આવશે.
નર્મદા જીલ્લામાં અંદાજીત વાર્ષિક ૯૬૦૦ બાળકોને આ રસીથી રક્ષીત કરવામાં આવશે જે માટે જીલ્લાકક્ષાએથી કુલ ૧૩૮-FHW, ૧૫૩-MPHW, ૨૦- ફિમેલ સુ૫રવાઇઝર, ૧૦- મેઇલ સુપરવાઇઝર, ૬૮૭-આશાબેનો ,૨૪- મેડીકલ ઓફીસર તેમજ જીલ્લાકક્ષાના અઘિકારી મારફત ટીમ બનાવી આખા જીલ્લામાં બાળકોને આ રસીથી રક્ષીત કરવામાં આવશે. આ રસીથી અગાઉ ૯૬ જેટલા દેશો તેમજ ભારત દેશમાં ૧૧-જેટલા રાજયોમાં આ રસી આપી દેવામાં આવેલ છે. આ રસીની આડઅસર ખુબ જ નહિવત હોય છે. આ રસી તમામ બાળકોને આપવા માટે જિલ્લા કલેકટરશ્રી ડૅા. જીન્સી વિલીયમે મીટીંગમાં હાજર રહેલ તમામ અઘિકારીઓને સહયોગ આપવા તેમજ રસીકરણનો બહોળો પ્રચાર-પ્રસાર કરવાનો તમામ અઘિકારીશ્રીને અનુરોઘ કર્યો હતો.

  
SHARE

Author: verified_user

0 comments: