Tuesday, 28 May 2019

નર્મદા જિલ્લામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયાનો પ્રારંભ ઝાડા નિયંત્રણ જાગૃત્તિ અંગે યોજાયેલી રેલી

SHARE

નર્મદા જિલ્લામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયાનો પ્રારંભ
ઝાડા નિયંત્રણ જાગૃત્તિ અંગે યોજાયેલી રેલી


          
              રાજપીપળા,તા28– નર્મદા જિલ્લાનાં ૦ થી ૫ વર્ષ સુધીનાં બાળકોનાં ઝાડાનાં કારણે થતા મૃત્યુ દરને શૂન્ય સુધી કરવાના હેતુસર તા. ૨૮મી મે, ૨૦૧૯ થી તા. ૮મી જૂન, ૨૦૧૯ સુધી સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયું ઉજવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે આજે  રાજપીપળા ખાતે હરસિધ્ધી મંદિર થી સરદાર ટાઉનહોલ સુધી જન જાગૃત્તિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.જન જાગૃત્તિ રેલીને યુનિસેફ ગાંધીનગરનાં વોશ સ્પેશ્યાલીસ્ટ, શ્રી એસ.એન.દવેએ હરસિધ્ધી મંદિર ખાતેથી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શાળાની બાળાઓ, આંગણવાડી કાર્યકર્તા, આરોગ્ય વિભાગનો સ્ટાફ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાની બહેનો વગેરેએ ફ્લેક્સ, બેનર સાથે રેલીમાં જોડાયને જન જાગૃત્તિલક્ષી સૂત્રો કર્યા હતા અને આ રેલી રાજપીપળાના હરસિધ્ધી મંદિરથી પ્રસ્થાન ગાયત્રીમંદિર, આંબેડકર ચોક થઇ સરદાર ટાઉન હોલ પહોંચી હતી.

SHARE

Author: verified_user

0 comments: