Friday, 31 May 2019

ખેડા જીલ્લાના કઠલાલ પો.સ્ટેશનને શાંતિ સમિતિની બેઠક મળી

SHARE
ખેડા જીલ્લાના કઠલાલ પો.સ્ટેશનને શાંતિ સમિતિની બેઠક મળી

કઠલાલ ;તા૩૧-ખેડા જિલ્લના કઠલાલ ખાતે તા ૦૫/૦૬/૨૦૧૯ના રોજ ઇદનું પર્વ હોઈ કઠલાલ નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે કઠલાલ પોલીસ સ્ટેશન માં પો.સ.ઈ .જી .બી.પરમાર ના અધ્યક્ષ સ્થાને એક શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક,માં કઠલાલ નગર સેવા સદનના પ્રમુખ પ્રશાંત .ડી.પટેલ તેમજ વેપારી એશોસિએશન અને મુસ્લિમ સંગઠનના વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસગે કઠલાલમાં સોસાયટી વિસ્તારોમાં ચોરીના બનાવો n બને ટે હેતુ સર ના પ્રશ્નોના જવાબ આપતા પો.સ.ઈ.પરમારે જણાવ્યું હતું કે બહાર થી આવતા જતાં લોકો માટે તેમજ ખાસ કરીને ફેરિયાઓ પ્રત્યે સજાગતા જાળવણી તેમજ કીમતી ચીજવસ્તુઓ બેંક લોકરમાં રાખવી અને બહારગામ જવાનું થાય તો પોલીસ સ્ટેશને હંમેશા જાણ કરવી તદઉપરાંત તેઓ એ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ બહારના વ્યક્તિ ને ઘર ભાડે આપતા પહેલા તેનો બાયોડેટા અને આઇકાર્ડ તપાસી પો.સ્ટે.જાણ કરવી જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે નહી ઈદ નિમિતે મુસલમાન પરિવારો દ્વારા નમાજ સમયે શાંતિ જળવાય તેમજ ઇદનું પર્વઉતમ રીતે પરિપૂર્ણ થાય ટે બાબતે સૌ ને હેયાધારણા આપી હતી .
by -રાજેશ દવે /કઠલાલ 
SHARE

Author: verified_user

0 comments: