Monday, 27 May 2019

જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા ભરતીમેળાનું આવતીકાલે આયોજન

SHARE
જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા ભરતીમેળાનું આવતીકાલે  આયોજન

આણંદ: - જિલ્લા રોજગાર કચેરી આણંદ(મોડેલ કેરીયર સેંટર-આણંદ) દ્વારા રોજગાર વાચ્છુ ઉમેદવારો માટે રોજગારી અર્થે ભરતીમેળાનું આયોજન તા. ૨૮-૫-૨૦૧૯ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે  યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર નલીની કોલેજની સામે,નાના બજાર વલ્લભવિધાનગર ખાતે કરવામાં આવેલ છે. જેમાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઇ.ટી.આઇ, ડિપ્લોમાં તથા અન્ય ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા રોજગારવાચ્છુ ઉમેદવારો જેઓની ઉમ્ર ૧૮ થી ૩૫ વર્ષ સુધીની હોય તેઓએ જરુરી બાયોડેટાની નકલ સાથે  ઉપર દર્શાવેલ કેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે. તેવું જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

SHARE

Author: verified_user

0 comments: