Monday, 27 May 2019

ચારુસેટ હૉસ્પિટલમાં નડિયાદના ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના સભ્યોનું સંપૂર્ણ આરોગ્ય નિદાન

SHARE

ચારુસેટ હૉસ્પિટલમાં નડિયાદના ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના સભ્યોનું સંપૂર્ણ આરોગ્ય નિદાન 

આણંદ : ચાંગાસ્થિત વર્લ્ડક્લાસ મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલ દ્વારા સમાજના દરેક વર્ગને પોષાય તેવા કિફાયતી દરે અત્યાધુનિક સારવાર આપવામાં આવે છે અને આ પ્રકારની સારવારનો રોજેરોજ સેંકડો દર્દીઓ લાભ લે છે ત્યારે તાજેતરમાં  ચારૂસેટ હોસ્પિટલમાં નડિયાદના વિખ્યાત ક્રાઈસ્ટ ધ કિંગના સભ્યોનું સંપૂર્ણ આરોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું.  આરોગ્ય નિદાન દરમિયાન ક્રાઈસ્ટ ધ કિંગ ચર્ચના સાયમનભાઇ ડાભી તથા યોહાનભાઇ વાઘેલાએ તમામ ખ્રિસ્તીબંધુઓની આગેવાની લીધી હતી. ચારૂસેટ હોસ્પિટલના ડો. સની મિશ્રા દ્વારા ડેકઝા સ્કેન ટેસ્ટનું સંપૂર્ણ  માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને શ્રીમતી પુષ્પાબેન વાઘેલાએ આ અત્યંત એડ્વાન્સ હાડકાની ઘનતા માટેનો ડેકઝા સ્કેન ટેસ્ટ કરાવ્યો હતો. ચારૂસેટ હોસ્પિટલના સોશિયલ રિલેશન મેનેજર અંશુમાન દવેએ તમામ ખ્રિસ્તીબંધુઓની અનુકંપા અને દયા ભાવનાને બિરદાવી હતી. ક્રાઈસ્ટ ધ કિંગના સભ્યોના સભ્યોએ ચારુસેટ હોસ્પિટલની સેવાઓનો લાભ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો.



સમાજના દરેક વર્ગના વધુનેવધુ લોકો ચારુસેટ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની સેવાનો લાભ લઈ રહ્યા છે. ચારુસેટ હોસ્પિટલમાં  કોર્પોરેટ હોસ્પિટલ જેવી સુવિધા હોવા છતાં ખૂબ જ નજીવી કિમતે સારવાર આપવામાં આવે છે. ભારતભરમાં શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત ચારૂસેટ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.  આ દર્દીઓ સિવાય અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ પણ ચારૂસેટ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. ચારૂસેટ હોસ્પિટલમાંમા યોજનાઅંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે મગજ અને કમરના મણકાના ઓપરેશનો, ગંભીર અકસ્માતોથી થયેલા ઇજા (પોલીટ્રોમા) માટે અને ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાના જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનો માટે સુવિધા ઉપલબ્ધ છે. ચારૂસેટ હોસ્પિટલને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે ચિરંજીવી યોજના, બાળસખા યોજના અને કામદાર રાજ્ય વીમા યોજના દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સારવારઆપવામાટેમાન્યતાપ્રાપ્ત થયેલી છે અનેદર્દીઓ તેનો લાભલે છે.


SHARE

Author: verified_user

0 comments: