Monday, 27 May 2019

સંશોધન અને નવીનીકરણ ક્ષેત્રે એકબીજાને સહયોગ આપવાના ઉદેશ્ય સાથે કોન્ફીડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સી.આઈ.આઈ.) અનેચારૂસેટ યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. થયું

SHARE

સંશોધન અને નવીનીકરણ ક્ષેત્રે એકબીજાને સહયોગ આપવાના ઉદેશ્ય સાથે કોન્ફીડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સી.આઈ.આઈ.) અનેચારૂસેટ યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. થયું

ચારૂસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને ઓદ્યોગિક રિસર્ચ માટે તકો ઉપલબ્ધ થશે.
  આણંદતા27-ઉધોગજગત અને શિક્ષણજગત વચ્ચે જોડાણ અને પરસ્પર સહયોગના મુખ્ય ઉદેશ્ય સાથેકોન્ફીડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સી.આઈ.આઈ.), ગુજરાત ચેપ્ટર અને ચારૂસેટ યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. થયેલ છે. એમ.ઓ.યુ. અંતર્ગતસી.આઈ.આઈ. નાગુજરાતચેપ્ટરના વડા શ્રી પ્રેમલ દવે અને ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ સંશોધન અને નવીનીકરણ ક્ષેત્રે પરસ્પર સહયોગ અને સહકાર માટે સહમતી દર્શાવી હતી. આએમ.ઓ.યુ. ની આપ-લે ચારૂસેટ સ્થિત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન અને ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના પ્રિન્સીપાલ ડો. ગોવિંદ દવે અનેસી.આઈ.આઈ. ગુજરાતઇન્ડસ્ટ્રી એકેડેમીઆ પેનલ ના કન્વેનર શ્રી ડી. જે. યાદવવચ્ચે કરવામાં આવી હતી. શ્રી ડી. જે. યાદવ સી.આઈ.આઈ. ના ઈમીડીએટ પાસ્ટ ચેરમેન અને અરવિંદ ઇન્વીઝોલ લીમીટેડના ડીરેકટર અને સી.ઈ.ઓ. પણ છે.

ચારૂસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને ઓદ્યોગિક રીસર્સ માટે તકો ઉપલબ્ધ થશે.સી.આઈ.આઈ. ૩,૦૦,૦૦૦ ઓદ્યોગિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
વર્ષ ૧૮૯૫ થી કાર્યરત સી.આઈ.આઈ. ઉદ્યોગો, સરકાર, સિવિલ સોસાયટી, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ થકી ભારતના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહી છે. વિવિધ સ્મોલ એન્ડ મીડીયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને મલ્ટી નેશનલ કંપનીઝના ૯૦૦૦ જેટલા સભ્યો ધરાવતી સી.આઈ.આઈ. ૩,૦૦,૦૦૦ ઓદ્યોગિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. ભારતમાં સી.આઈ.આઈ.ની ૬૬ ઓફિસો અને ૯ સેન્ટર ઓફ એકસલન્સતેમજવિવિધ દેશોમાં ૧૦ ઓફિસો ધરાવે છે. વધુમાંસી.આઈ.આઈ. ૧૨૬જેટલા દેશોની સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
ચારૂસેટ એમ.ઓ.યુ. હેઠળ ઉદ્યોગોને સંશોધન માટે સુવિધાઓ પૂરી પાડશે.
આ એમ.ઓ.યુ. અંતર્ગતઅમદાવાદ સ્થિત સી.આઈ.આઈ. હાઉસ ખાતે તા. ૧૬ અપ્રિલ, ૨૦૧૯ ના રોજ પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચારૂસેટ તરફથી નોમીનેટ થયેલ પેનલ મેમ્બર તરીકે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન અને ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના પ્રિન્સીપાલ ડો. ગોવિંદ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે આ જોડાણ હેઠળચારૂસેટ ઉદ્યોગોને સંશોધનમાટેઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્ત્રોતો પુરાપાડશે જે ઉદ્યોગજગત અને ચારૂસેટ બંનેના સહિયારા વિકાસમાં મહત્વનો ફાળો આપશે. ટૂંક સમયમાં આ ઉદેશ્યના અનુસંધાનમાં ચારૂસેટ કેમ્પસ ખાતે દ્રિતીયમીટીંગનું આયોજન થનાર છે.
આપ્રસંગેસી.આઈ.આઈ.નાદર્શન શાહે જણાવ્યું હતું કે આ એમ.ઓ.યુ. થકીઆ જોડાણ થકી આવનાર સમયમાં એકબીજાના સહકાર થકી અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે જેના થકી સંશોધનને લગતી પ્રવૃતિઓને વેગ મળી રહેશે.
                                                   ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી અનેરજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીના જણાવ્યા અનુસાર ઉધોગજગત અને શિક્ષણ વિકાસના મુખ્ય પાયા છે. જો બંને સાથે મળી કામ કરશે તો શિક્ષણમાં વધુ નવીનીકરણ આવશે જેના થકી  વિદ્યાર્થીઓમાં ઉધોગજગતની જરૂરિયાત મુજબ કૌશલ્યોનો વિકાસ કરી શકાશે.ચારૂસેટના એડવાઈઝર અને
યુનિવર્સિટીઇન્ડસ્ટ્રીઝઈન્ટરેકશનસેલ(યુ.આઈ.આઈ.સી.) ના ચેરપર્સન શ્રી અશોક પટેલે આ પ્રસંગે આનંદની લાગણી અનુભવી હતી.
SHARE

Author: verified_user

0 comments: