Thursday, 30 May 2019

કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે સંસ્કાર પ્રવેશ દ્વારનું લોકાર્પણ

SHARE
કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે સંસ્કાર પ્રવેશ દ્વારનું લોકાર્પણ



સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની સુવર્ણ જયંતિ નિમિત્તે પીપળીયા ગામે ભવ્ય પ્રવેશ દ્વારનું કરાયું નિર્માણ


સંપત્તિ નહિ પણ સંસ્કારને પ્રાધાન્ય આપવા રાજ્યપાલ વજુભાઈ વાળાની  ટકો


વડોદરાતા.૩૦-વાઘોડિયાના પીપળીયા ગામના પ્રવેશ દ્વારનું કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની સુવર્ણ જયંતિ નિમિત્તે પીપળીયા ગ્રામ પંચાયત અને સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આ પ્રવેશ દ્વારનુ નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રી વજુભાઇ વાળા સંબોધન કરતા સમાજની નિસ્વાર્થ સેવા કરવા અને દયા, લાગણી પ્રેમ કરૂણા મર્દાનગી જેવા ગુણો વિકસાવવા અને નારી શક્તિનુ સન્માન કરવા ઉપર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે રાજ્યપાલ વજુભાઈ વાળાએ વધુમાં જણાવ્યું કે, સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના સંસ્થાપક સ્વ. ધીરજલાલ જયસ્વાલે ગ્રામીણ ઉત્કર્ષ ઉપર ભાર મૂક્યો હતો. આ માટે  ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી. વંચિત અને પછાત વર્ગના લોકોને આગળ લાવવા પ્રયત્નો કર્યા હતાં.શ્રી વાળાએ  શહેર અને ગ્રામ્ય જીવનની સરખામણી કરતા કહ્યું કે, શહેરી વિસ્તારના લોકોમાં દયા, લાગણી, પ્રેમ, કરૂણા જેવા ગુણો ઓછા જોવા મળે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં વધુ સંસ્કાર જોવા મળે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સંસ્કાર તો છે. પરંતુ ત્યાં શિક્ષણની જરૂર છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકારે શાળાઓનુ નિર્માણ કરાવ્યું અને શિક્ષકોની ભરતી કરી અને શિક્ષણ પ્રત્યે જાગૃતી આવે તેવી પ્રોત્સાહક યોજનાઓ પણ શરૂ કરી અને બાળકોને શાળામાં ઉત્સાહભેર પ્રવેશ અપાવ્યાં. તેમજ તેમણે સંપત્તિ નહિ પણ સંસ્કારને પ્રાધાન્ય આપવાની આ પ્રસંગે  ટકોર કરી હતી.વધુમાં  વજુભાઈ વાળાએ ધનવાન અને ગુણવાનની સરખામણી કરતા ઉમેર્યું કે, સમાજમાં ગુણવાન વ્યક્તિનું પૂજન થાય છે. સંસ્કારવાન વ્યક્તિનું સમાજમાં મહત્વ હોય છે. અને આપણે મોટા થવું હોય તો બીજાને મોટા કરવા જોઇએ. તેમજ સ્ત્રીનો મહિમા કરતા રાજ્યપાલએ કહ્યું કે, નારી હંમેશા સશક્ત જ હોય છે. પરંતુ માત્ર તેને તક આપવાની જરૂર હોય છે. સ્ત્રી સંસ્કારની દેવી છે. અને સમગ્ર વિશ્વને અહિંસા જેવા ગુણોની શીખ આપે છે.સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રદિપ જયસ્વાલે સંસ્થાના કાર્યોથી અવગત કરવ્યા હતા. તેમજ વાઘોડિયાના ધારાસભ્યશ્રી મધુ શ્રીવાસ્તવે પણ પ્રાંસગિક ઉદબોધન કર્યું હતું.  વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પન્નાબેન ભટ્ટે સ્વ. ધીરૂભાઈની શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સેવાને બિરદાવી હતી. અને પીપળીયા ગામના સરપંચ મહેશભાઈ પટેલે આભારવિધિ કરી હતી.આ કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અનુપા બેન પરમાર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.

SHARE

Author: verified_user

0 comments: