ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત નિવાસી શાળાઓમાં
પ્રવેશ માટે શૈક્ષણિક સહાય
આણંદ,તા30- ગુજરાત સરકાર દ્વારા ચાલતી ટેલેન્ટ પુલ યોજના અન્વયે ફક્ત વિચરતી અને
વિમુક્ત જાતીના હોંશિયાર અને તેજસ્વી વિધાર્થીઓ ને ઉત્તમ ગુણવત્તાવાળી નિવાસી
શાળાઓમાં પ્રવેશ મેળવવા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક “ટેલેન્ટ પુલ યોજના ” કાર્યરત છે. જેનો અમલ જિલ્લા સમાજ કલ્યાણ
અધિકારી વિકસતી જાતી આણંદ દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ઘો. ૫ તથા ઘો. ૧૦ માં
૬૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા હોય તેવા વિચરતી-વિમુક્ત જાતીના તેજસ્વી
વિધાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે “ ટેલેન્ટ પુલ યોજના ” અમલમાં છે. જેમાં ઘોરણ ૬ અને ઘોરણ ૧૧ માં ઉત્તમ
ગુણવત્તાની નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. જે
વિધાર્થીના પિતાની વાર્ષિક આવક ૨ લાખ સુધીની હોય તો તેમને રૃ. ૪૦૦૦૦ શૈક્ષણિક સહાય
તથા રૃ. ૨થી ૩લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના બાળકોને શૈક્ષણિક સહાયના ૫૦
ટકા રકમ મળવાપાત્ર છે. જે
વિધાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે તેમણે જે તે શાળાઓમાંથી મેળવી તે શાળાઓ
મારફત નિયમ નમુનાના પત્રકમાં વિગતો તથા ફોર્મ ભરી જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી
(વિ.જા.) ની કચેરી ૪૧૧, ચોથો માળ,જિલ્લા સેવા સદન ,
બોરસદ ચોકડી, આણંદ ખાતે મોકલી આપવાના રહેશે. નિવાસી શાળાઓમાં
પ્રવેશ મેરીટના ઘોરણે મળવાપાત્ર છે.
0 comments: